અમદાવાદ:જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી 20મું પેપર લીક થયું છે, આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે.
મેવાણીની માગ: પેપરલીકની ઘટનાને લઈ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથે સીટની રચના કરવાની માગ કરી હતી. તેમને કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યારસુધી આ 20મું પેપર લીક થયું છે. આ 156 સીટોનો ભાજપનો ઘમંડ છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષાનું પેપર લીક થયું છે. આ ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ છે. આ સાથે કહ્યું કે, હું માંગ કરું છું કે, આ મામલે એક SIT નું ગઠન કરવામાં આવે અને નીલિપ્ત રાય જેવા અધિકારીઓની અધ્યક્ષતામાં આ મામલે તપાસ કરવામાં આવે.
આ પણ વાંચોJunior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ