અમદાવાદ રીક્ષા ચાલક એસોસિએશન આવ્યું વિદ્યાર્થીઓની મદદે અમદાવાદ : 9 એપ્રિલ 2023ની રવિવારના રોજ પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી અલગ અલગ શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ, આમ આદમી પાર્ટી અને હવે અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન દ્વારા પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે મદદ કરવાની તૈયારી દર્શાવી છે.
રીક્ષા ચાલક આવ્યા આગળ : અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન પ્રમુખ વિજય મકવાણા જણાવ્યું હતું કે, દર વખતે જ્યારે સરકાર દ્વારા સરકારી ભરતીની પરીક્ષા આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન દ્વારા પરીક્ષા આપવતા વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી તેમની મદદ કરવામાં આવતી હોય છે. 9 એપ્રિલના રોજ પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Junior Clerk Exam : જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર, બે દિવસ 250 બસ દોડશે
40 જેટલા રિક્ષાચાલક આવશે મદદે :વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ રીક્ષા ચાલક યુનિયન સાથે સંકળાયેલા શહેરના અલગ અલગ વિસ્તારના 40 જેટલા રીક્ષા ચાલક અમદાવાદ શહેરમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી કોઈ સમસ્યા ઉદભવે તો તે રીક્ષા ચાલકને ફોન કરશે તો તેમની મદદ આવશે. તે વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે. જે સ્થળે વિદ્યાર્થી ઊભો હશે તેને ત્યાંથી કયા વાહનમાં જઈ શકે છે. કોઈ રીક્ષા ચાલક વિદ્યાર્થી પાસેથી વધારાનો ચાર્જ વસુલે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો :Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મદદે આવશે આમ આદમી પાર્ટી
9 એપ્રિલે યોજાશે પરીક્ષાઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે. દરેક વિદ્યાર્થીઓને પોતાના જિલ્લા ફેર બદલીને પણ પરીક્ષા આપવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ વધારે મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી નિગમ બાદ હવે રીક્ષા ચાલક એસોશિએશન દ્વારા પણ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે.