અમદાવાદ : જાન્યુઆરી મહિનામાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી, ત્યારે તે રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે યોજાઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પેપર લીક અથવા તો કોઈપણ પ્રકારે ગેરરીતી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે તમામ પરીક્ષાના સેન્ટરો ઉપર શહેર પોલીસની સાથો સાથ સ્ટેટ રિઝર્વ પોલીસનો પણ બંદોબસ્ત અને બોડી વોર્ન કેમેરા તેમજ સીસીટીવી સાથે બાજ નજર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો :Junior Clerk Exam: ભુજમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ
જુનિયર કલાર્કની પરીક્ષા થઈ પૂર્ણ : જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 3000 કેન્દ્રો ઉપર 9 લાખ 53 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે. બપોરે 12:30 વાગે પરીક્ષા શરૂ થઈ એક કલાક બાદ 1:30 વાગે પૂર્ણ થઈ હતી. પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષાને લઈને ચાર સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં રાણીપની ગાયત્રી વિદ્યાલયમાં બે અને ગુજરાત કોલેજમાં બે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા હતા. જે જગ્યા પર SRP નું એક સેક્શન અને સાથે એક PI, PSI બંદોબસ્તમાં ગોઠવાયા હતા.