ગુજરાત

gujarat

Junior Clerk Exam 2023: આજે જુનિયર કલાર્કની પરીક્ષા ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર

By

Published : Apr 9, 2023, 12:39 PM IST

આજે સમગ્ર રાજ્યની અંદર ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ સમયના બે કલાક પહેલા જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે. આજે અંદાજિત 9 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે.

Junior Clerk Exam 2023: આજે જુનિયર કલાર્કની પરીક્ષા ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર
Junior Clerk Exam 2023: આજે જુનિયર કલાર્કની પરીક્ષા ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર

ઉમેદવાર પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર

અમદાવાદ: રાજ્યમાં આજ ગુજરાત સરકારના પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના 3,000થી પણ વધારે પરીક્ષા કેન્દ્રો પર આજે પરીક્ષા લેવામાં આવશે. જોકે આ પહેલા 29 જાન્યુઆરી 2023 ના રોજ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી, જ્યારે હવે આજે ફરી તે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

9 લાખ જેટલા વિદ્યાર્થી આપશે પરીક્ષા:પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 9, 53,723 જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યના 3,000 થી પણ વધારે પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર કલાર્કની પરીક્ષા આપતા આવનાર ઉમેદવારોનું વોર્ન કેમેરાથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Junior Clerk Exam 2023: આજે 3000થી વધુ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા

વર્ગખંડમાં પ્રવેશ:જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12:30 યોજાશે જેમાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારે 11: 45 સુધીમાં કેન્દ્ર પર પહોંચી જવાની સૂચના પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને અડધો કલાક પહેલા વર્ગખંડમાં પહોંચી જવાની પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ કોઈપણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહી. સાથે જ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓએ પોતાના બુટ ચંપલ કે અન્ય ચીજ વસ્તુઓ બહાર મૂકવાના રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં પેન, પોતાનું ઓળખ પત્ર અને કોલ લેટર આ ત્રણ વસ્તુ સાથે જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા શરૂ થાય તેની 15 મિનિટ પહેલા OMR શીટ આપવામાં આવશે.

Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત, જિલ્લા ક્લેકટરે યોજી મહત્ત્વની બેઠક

ટ્રાન્સપોર્ટની પૂરતી સુવિધા :રાજ્યના સાત શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીના અનુભવે તે માટે ગુજરાત એસટી નિગમ 6000 જેટલી સ્પેશિયલ બસ દોડાવવાનું નક્કી કર્યું છે. ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રિક્ષાચાલક એસોસિએશન સાથે પણ મીટીંગ કરીને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વધારાનો કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં ન આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details