અમદાવાદઃભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બે (J P Nadda Second Day Gujarat Visit) દિવસીય ગુજરાતના પ્રવાસે છે. રાજકોટ અને મોરબીમાં રોડ શૉ કર્યા બાદ બુધવારે અમદાવાદમાં આવેલા ટાગોર હોલમાં સંબોઘન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસનુંનામ લીધા (J P Nadda Target congress) વગર વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવી પેઢી શિક્ષણનીતિનને આગળ વધારશે. નવી શિક્ષણ નીતિ માતૃભાષાના આગળ વધારે છે. પહેલાની શિક્ષણનીતિ લોકોને ગુલામ બનાવતી હતી. ભારતમાં વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિ આપી.
અઢી મહિનામાં ભારત પીપીઈ કિટ બનાવીને એકસપોર્ટ કરતો દેશ બની ગયો: નડ્ડા - J P Nadda Gujarat Visit
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાતના (J P Nadda Second Day Gujarat Visit) પ્રવાસે છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર ટોણો માર્યો હતો. ટાગોર હોલમાં (Tagore Hall Ahmedabad) સંબોધન વખતે તેમણે ભારત સરકારની સિદ્ધીઓ ગણાવી દીધી હતી. જોકે, વિપક્ષ પર ચાબખા મારતા તેમણે શિક્ષણ અને આરોગ્યના મુદ્દે અગાઉની સરકાર પર વાર કર્યા છે.
ભારત સરકારની સિદ્ધિઃનડ્ડાએ જણાવ્યું હતું કે, પોતાની જાતને એટલા મજબુત બનાવો કે બીજા લોકો તમારાથી પ્રભાવિત થાય. પશ્ચિમના દેશો આરોગ્ય ક્ષેત્રે વધારે મજબુત હોવા છતા કોરોનામાં એની સ્થિતિ ખખડી ગઈ હતી. વડાપ્રધાન મોદીએ એ સમયે સમયસર લોકડાઉન કરી દીધું. જેના કારણે સ્થિતિ કંટ્રોલમાં રહી. એ સમયે આપણી પાસે એક પણ પીપીઈ કિટ ન હતી. અઢી મહિનામાં ભારત પીપીઈ કિટ બનાવીને એકસપોર્ટ કરતો દેશ બની ગયો.
આરોગ્ય મામલે ટોણોઃ નડ્ડાએ કહ્યું હતું કે, કોવિડ વખતે ભારત સરકારે મોટું કામ કર્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે રહ્યા હતા. 9 મહિનામાં ભારતે કોરોનાની બે બે રસીઓ આપી છે. 270 વેક્સિન ડોઝ લોકોને લાગી ચૂક્યા છે. અનેક એવા રોગીની વેક્સિન આવતા ભારતમાં વર્ષો લાગ્યા હતા. મોદી સરકારે ટૂંકાગાળામાં આ કામ કરી બતાવ્યું છે.