PM મોદીના જીવન આધારિત પ્રદર્શનને ખુલ્લું મુકાયું, કમલમ ખાતે જીતુ વાઘાણીએ કર્યુ ઉદ્ધાટન - જીવન પર આધારિત પ્રદર્શન
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાનમાં ભાજપ કાર્યાલય ખાતે રવિવારના રોજ તેમના જીવન પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન પ્રસંગે જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.
![PM મોદીના જીવન આધારિત પ્રદર્શનને ખુલ્લું મુકાયું, કમલમ ખાતે જીતુ વાઘાણીએ કર્યુ ઉદ્ધાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4462319-thumbnail-3x2-jitu.jpg)
જીતુભાઇ વાઘાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત આ પ્રદર્શનમાં તેમના જીવનના દરેક અલગ-અલગ વ્યક્તિત્વની ઝાંખી કરાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન નિહાળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું વ્યક્તિત્વને ખૂબ જ નજીકથી જાણી શકાય તેમજ સમજી શકાય એવું અદભૂત પ્રદર્શન પ્રજાજનો અને બાળકો જોઈ શકે તે માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
કમલમ ખાતે PM મોદીના જીવન પર આધારિત પ્રદર્શનને જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લુ મુકાયું