અમદાવાદ: જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ દેશના નાગરિકોને કોરોના સંબંધી હાલના મુદ્દાઓ પર વિગતે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક નાગરિક કેવી રીતે કોરોના સામે લડી રહ્યો છે, તેમાં ભારતમાં વિશ્વની શું ભૂમિકા છે, તેમજ લોકોનો જુસ્સો ટકાવી રાખવા માટે અનેક વાતો કરી હતી.
આ લોકડાઉનમાં અને કોરોનાની મહામારીમાં પોલીસની એક નવી જ છબી નાગરિકો સામે આવી છે. સ્વયંસેવકો ગરીબોને બે ટંકનું ભોજન પૂરું પાડી રહ્યા છે. રેલવે અને ભારતીય હવાઇ સેવા દ્વારા દવાઓ સહીતના જરૂરી માલસામાનની હેરફેર કરવામાં આવી રહી છે. સફાઇ કર્મીઓ પર લોકો ફૂલો વરસાવીને તેમનું અભિવાદન કરી રહ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ અને તહેવારોની પણ વાત કરી .
અક્ષય તૃતીયા હોય કે રમઝાન માસ હોય લોકો જે પ્રમાણે સાવચેતીના પગલા લઈ રહ્યા છે અને લોકડાઉન રાખી રહ્યા છે, તેની તેમણે પ્રશંસા કરી હતી.તેમણે coronawarriors.gov.in પોર્ટલ પર કરોડો લોકો જોડાયા છે તે પણ જણાવ્યું હતું.