અનુસૂચિત જાતિનો યુવક પ્રગ્નેશ પરમાર નામનો યુવક સાબરમતી વિસ્તારમાં ઢાબામાં જમવા ગયો હતો. જ્યાં તેની ઢાબાના માલિક સામે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. જે દરમિયાન ઢાબાના માલિક જોગી ઠાકોર અને અન્ય શખ્સોએ પ્રગ્નેશનની જાતિ પર અપશબ્દો કહ્યાં અને પાઈપ તથા લાકડી વડે માર માર્યો હતો. પ્રગ્નેશ ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રગ્નેશે 4 શખ્સો વિરુદ્ધ 307 અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોધાવ્યો હતો. પોલીસે ૧ આરોપીની ધરપકડ કરી છે. જયારે હજું અન્ય ૩ આરોપીઓ ફરાર છે.
અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી આરોપીની ધરપકડની માગ - જીજ્ઞેશ મેવાણી ન્યૂઝ
અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં એક અનુસૂચિત જાતિના યુવક સાથે મારામારી કરવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં અનુસૂચિત જાતિનો યવક ઢાબામાં જમવા ગયો હતો. જ્યાં ઢાબાના માલિક સામે બોલાબોલી અને મારા મારી થઇ હતી. અન્ય લોકોએ જાતિ પર ટિપ્પણી કરી માર માર્યો હતો. આ મામલે પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોધી એક આરોપીની ધરપકડ કરી હતી. હજી ત્રણ આરોપીઓ ફરાર છે. જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને ફરાર આરોપીની ધરપકડ કરવની માગ કરી છે.
![અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી આરોપીની ધરપકડની માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4958026-thumbnail-3x2-jignesh.jpg)
mevani
આ મામલે દલિત સમાજના આગેવાન જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અમદાવાદમાં જે રીતે દલિત યુવાનો પર હિંસા કરવામાં આવી તેની માત્ર નિંદા નહિં પણ આક્રોશ સહ અંદોલન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાનને અલ્ટીમેટમ આપ્યું કે, સરકાર 24 કલાકમાં આરોપીની ધરપકડ નહિ કરે અને સજા નહિ ફટકારે તો ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે
ઉલ્લખીય છે કે, ગુજરાત અનુચૂચિત જાતિના લોકો પર મારામારીની અગાઉ પણ ઘણી ઘટનાઓ સામે આવી છે. પરંતુ સરકાર દ્વારા ઠોસ પગલા ભરવામાં નથી આવતા.