મેવાણીએ હાઈકોર્ટમાં રજૂ 0કરેલા સોંગદનામામાં જણાવ્યું હતું કે, વોટ્સએપ પર કોઈના દ્વારા ખોટો મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો, જેનો હું શિકાર બન્યો છું. મેસેજ કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો તે હું જાણતો નથી, પરતું આ મેસેજ અને વીડિયોમાં બાળકને જે માર મારવામાં આવ્યો છે તેનાથી વ્યથિત થઈને પ્રશ્નાર્થ સાથે પોસ્ટ શેયર કરી હતી. મારી પોસ્ટ કોઈને બદનામ કરવા કે, કોઈની પ્રતીષ્ઠાને હાની પોંહચાડવા માટે કરી ન હતી. વાયરલ વીડિયો બાબતે તથ્યોની જાણ થતા આ અંગે ખુલાસાભર્યું ટ્વિટ પણ કર્યું હતું અને 24 કલાકમાં જ વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી દીધી હતી. જો કે, તેમ છતાં કોઈની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોય તો તે બદલ માફી માંગુ છું. વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRને ભવિષ્યમાં તપાસ અને પડકારી શકું છું.
મેવાણીએ પોતાની ભૂલ સ્વીકારી, હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા
અમદાવાદઃ વાયરલ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવા બાબાતે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મંગળવારે હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં મેવાણીએ પોતાની ભુલ સ્વીકારી લીધી હોવાથી જસ્ટીસ વિપુલ પંચોલીએ મેવાણીમા આગોતરા જામીન મંજુર કરી દીધા છે.
22મી જુલાઈના રોજ હાઈકોર્ટેના જસ્ટીસ વી.એમ પંચોલીએ મેવાણીની ધરપકડ સામે વધુ એક દિવસ માટે સ્ટે આપી મંગળવારે પોતાની ભુલ થઈ હોય તેવું સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જસ્ટીસ વી. એમ પંચોલીએ મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, સામાન્ય માણસ કોઈ વસ્તુ શેયર કર્યા બાદ ભૂલ ત્યારે સમજાય છે, પરતું જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હોવાથી કોઈપણ વસ્તુ જાહેરમાં શેર કરતા પહેલાં ચકાસણી કરવી જરૂરી છે. મેવાણીના વકીલ આનંદ યાજ્ઞિક અને ઉત્કર્ષ દવે દલીલ કરી હતી કે, જીજ્ઞેશ દ્વારા વીડિયો શેર કારાયા બાદ ભૂલની જાણ થતા વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી આ અંગે સપષ્ટતા પણ આપી હતી. 21મી સદીમાં ખરેખર બદનકક્ષી શું છે તેને સમજવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાન સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આગોતરા જામીન મેળવવા જીજ્ઞેશ મેવાણી દ્વારા શનિવારે હાઈકોર્ટંમાં રિટ દાખલ કરાઈ હતી. જેમાં કોર્ટે તેમની ધરપકડ સામે બે દિવસનો સ્ટે આપી વધુ સુનવણી 22મી જુલાઈના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો. વલસાડ સેશન્સ કોર્ટે વાયરલ વીડિયો કેસમાં કસ્ટોડીયલ તપાસની જરૂર હોવાનું અવલોકન કરી મેવાણીની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. વલસાડની RMVM શાળા દ્વારા વિતેલા 4 વર્ષમાં શાળાના વાઈરલ વીડિયો અંગે અનેકવાર અરજી કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી, પરતું જીજ્ઞેશ મેવાણી વિરૂધ IPC ની કલમ 502 મુજબ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મેવાણી વિરૂદ્ધની FIRને રદ કરવા અગાઉ હાઈકોર્ટમાં ક્વોશિંગ રિટ દાખલ કરાઈ હતી. જેમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ. વોરાએ શાળા દ્વારા અગાઉની ફરિયાદમાં શું પગલા લીધા અને મેવાણી વિરૂદ્ધ ફરિયાદની વિગતો પોલીસ પાસેથી માંગી હતી.