ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad crime news: અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી કરતી ઝારખંડની ગેંગ પકડાઈ - અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી

અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને બંગાળની ગેંગ ઝડપાઈ છે. આરોપી પાસેથી અમરાઈવાડી પોલીસે ચોરીના 102 મોબાઈલ કબજે કર્યા છે. આરોપીઓ ભીડભાળવાળી જગ્યાનો લાભ લઇ મોબાઈલ ચોરી કરતા હોવાની હકીકત સામે આવી છે. સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પણ IPL મેચ દરમિયાન મોબાઈલ ચોર્યા હોવાનું સામે આવ્યું છે.

jharkhand-gang-caught-stealing-mobile-phones-in-ahmedabad-and-gandhinagar
jharkhand-gang-caught-stealing-mobile-phones-in-ahmedabad-and-gandhinagar

By

Published : Apr 19, 2023, 10:33 PM IST

મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને ઓડીસાની ગેંગ ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર થઈ રહેલા મોબાઇલ ચોરીના બનાવો વધતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અમરાઈવાડી પોલીસને બાતમી મળી કે અમરાઈવાડીમાં મકાન ભાડે રાખી પાંચ આરોપીઓ વસવાટ કરે છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે. જેમના ઘરની તપાસ કરતા ઘરમાંથી 12 લાખથી વધુની કિંમતના 102 મોબાઈલ મળી આવ્યા જે તમામ ચોરીના હતા. જેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી મહંમદ જહીરુદ્દીન શેખ, જીતેન્દ્ર સહાની. ટીંકુ ચૌધરી. અમિત ચૌધરી અને કરણ મોહતો નામના શખ્સોની ધરપકડ કરી છે.

સાત જ દિવસમાં 102 મોબાઈલ ચોર્યા

મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ: પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ ઝારખંડથી અમદાવાદ આવતા સમયે ટ્રેનમાં પણ મોબાઈલ ચોરી કરતા હતા. આ સિવાય બસ કે રીક્ષામાં પણ મુસાફરી કરતા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા. ઉપરાંત કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય તેવી જગ્યાએ જઈ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અમદાવાદ ગાંધીનગર તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે આરોપીઓ ચોરીના તમામ મોબાઈલ બંગાળ ખાતે વેચાણ કરતા હતા અને ત્યારબાદ અન્ય આરોપીઓ મોબાઈલનો નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે.

'આરોપીઓ કેટલા સમયથી અહીંયા રોકાયા હતા અને આ આરોપીઓ સિવાય અન્ય કોઈ આરોપી આ ગેંગમાં સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.'-ઇન્ચાર્જ સફિન હસન, DCP, અમદાવાદ ઝોન 5

સાત જ દિવસમાં 102 મોબાઈલ ચોર્યા:પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હકીકત સામે આવી કે આરોપીઓ માત્ર સાત જ દિવસમાં 102 મોબાઈલ ચોર્યા હતા. સાથે જ એક મોંઘી દાટ ચોરીની સાયકલ પણ પોલીસે કબ્જે કરી છે. જે ચોરી કરી હતી. મહત્વનું છે કે 12 લાખથી વધુના મોબાઇલ આરોપીઓ માત્ર 6-7 લાખમા બંગાળમાં વેંચી દેવાના હતા. જોકે તે પહેલા પોલીસે આરોપી ઝડપી લીધા છે. સાથે જ જે લોકોના મોબાઈલ ચોરી થયા છે તેમણે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોAhmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ

આ પણ વાંચોKutch Crime : BSFએ જખૌના કિનારેથી ચરસનું પેકેટ કબ્જે કર્યું, સતત આટલા દિવસથી મળી રહ્યું છે ચરસ

ABOUT THE AUTHOR

...view details