અમદાવાદઃ IIT મુંબઈ દ્વારા લેવાયેલી JEE એડવાન્સ્ડનું 2022નું પરિણામ (JEE Advanced 2022 Result) જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં આ વર્ષે સારું આવ્યું છે, JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર છે. 277 માર્ક મેળવી, તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી (IIT-Bombay) મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે. તનિષ્કા અમદાવાદ શહેરમાં રહે છે. જેનો ઓલ ઈન્ડિયા સ્તરે 16મો ક્રમ છે.IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કરી પોતાનાં પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે.
Jee એડવાન્સનું પરિણામ જાહેર, ગુજરાતની તનિષ્કા કાબરા સમગ્ર દેશમાં મહિલા ટોપર - Olympiads
Jee એડવાન્સની પરીક્ષાનું (JEE Advanced 2022 Result) પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં અમદાવાદની એક યુવતીએ મેદાન માર્યું છે. ગુજરાતની તનિષ્કા કાબરા મહિલા કેટેગરીમાં દેશમાં ટોપર બની છે. કુલ 277 માર્ક મેળવીને તેમણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રથમ સ્થાને કોણઃ આર.કે. શિશિર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જેને 360માંથી 314 માર્ક મેળવ્યા છે. શિશિરે ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. JEE મેઈન્સ બાદ દેશની જુદી જુદી IIT માં પ્રવેશ મેળવવા માટે એડવાન્સની (JEE Advanced) પરીક્ષા યોજાય છે. આ વર્ષે જાહેર કરાયેલા પરિણામ મુજબ 40,712 ઉમેદવારોએ JEE એડવાન્સમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા વધારે આવ્યું છે.આ વર્ષે વિદ્યાર્થીઓ પણ વધારે હતા. જ્યારે વિદ્યાર્થીઓને તેમના ધાર્યા જેટલું પરિણામ મળ્યું છે. કેટલાક પેપરો થોડા અઘરા પણ હતા. જેની સામે વિદ્યાર્થીઓની વધારે કસોટી થઈ હતી.