ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદથી કેવડિયા સુધીની જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન શરૂ

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા માટે સી-પ્લેન, એસ.ટી. બસ સાથે હવે રેલવે દ્વારા પણ નિયમિત કેવડિયા કોલોની સુધી ટ્રેન દોડાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી 8 ટ્રેનને લિલી ઝંડી આપી હતી. રવિવારે અમદાવાદ ખાતેથી કેવડિયા સુધીની શતાબ્દી એક્સપ્રેસનો શુભારંભ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વરદ હસ્તે કરાવવામાં આવ્યો હતો.

શતાબ્દી ટ્રેન
શતાબ્દી ટ્રેન

By

Published : Jan 17, 2021, 4:54 PM IST

  • અમદાવાદથી કેવડિયા વચ્ચે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન
  • વડાપ્રધાને 8 ટ્રેનોને આપી લિલીઝંડી
  • અમદાવાદ સ્ટેશન ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ લિલી ઝંડી બતાવી ટ્રેનનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ : નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા સી-પ્લેન, એસ.ટી.બસની સાથે રેલવે દ્વારા પણ નિયમિત કેવડીયાકોલોની સુધી ટ્રેનો દોડાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી 8 ટ્રેનોને લિલી ઝંડી બતાવી હતી. આજે અમદાવાદ ખાતેથી કેવડિયા સુધીની શતાબ્દી એક્સપ્રેસનો શુભારંભ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરાવ્યો હતો.

અમદાવાદથી કેવડિયા સુધીની જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન શરૂ

ટ્રેન નંબર 09247/09248 અને 09249/09250 અમદાવાદ કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ

અમદાવાદ - કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)

  • અમદાવાદ - કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસનુંઉદ્ઘાટન સેવા તરીકે, ટ્રેન નંબર 09249 અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી વિશેષ એક્સપ્રેસ 17 જાન્યુઆરી, 2021ના ​​રોજ 11.12 કલાકે અમદાવાદથી ઉપડશે. તે જ દિવસે 14.42 કલાકે કેવડિયા પહોંચશે.
  • પ્રારંભિક તબક્કામાં, ટ્રેન નંબર 09250 કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ વાપસી સ્પેશિયલ એક્સપ્રેસ કેવડિયાથી 20:20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:45 કલાકે અમદાવાદ પહોંચશે.
  • આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા જંકશન, ડભોઇ અને ચાંદોદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં વિસ્તા ડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર ડબ્બો હશે.
    અમદાવાદ સ્ટેશન ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ લિલી ઝંડી બતાવી ટ્રેનનો પ્રારંભ કરાવ્યો

નિયમિત સેવા 18 જાન્યુઆરીએ શરૂ

  • નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09247 અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી દરરોજ સવારે 07:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:40 કલાકે કેવડિયા પહોંચશે.
  • આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021થી શરૂ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09248 કેવડિયા અમદાવાદ જન શતાબ્દી કેવડિયાથી દરરોજ 11:15 કલાકે ઉપડશે અને બપોરે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે.
  • આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021થી શરૂ થશે. આ ટ્રેન વડોદરા જંકશન સ્ટેશન પર બન્ને દિશામાં રોકાશે.
  • આ ટ્રેનમાં વિસ્તાડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર કોચ શામેલ છે.
  • નિયમિત સેવા રૂપે, ટ્રેન નંબર 09249 અમદાવાદ કેવડિયા જન શતાબ્દી દરરોજ 15:20 કલાકે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 18:20 કલાકે કેવડિયા પહોંચશે.
  • આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021થી શરૂ થશે. આવી જ રીતે ટ્રેન નંબર 09250 કેવડિયા - અમદાવાદ જન શતાબ્દી કેવડિયાથી દરરોજ 20:20 કલાકે ઉપડશે અને 23.05 કલાકે અમદાવાદ પહોંચશે.
  • આ ટ્રેન 18 જાન્યુઆરી, 2021થી શરૂ થશે. ટ્રેન વડોદરા સ્ટેશન પર બન્ને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં વિસ્તાડોમ, એસી ચેર કાર એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી ચેર કાર અને નોન એસી ચેર કાર કોચ રહેશે.

ABOUT THE AUTHOR

...view details