ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન રણછોડને પણ પ્રિય હતા જાંબુ, જાણો ફાયદા... - Gujarat

અમદાવાદઃ વરસાદી સીઝનમાં વેચાતા જાંબુની ભારે માંગ જોવા મળી રહી છે. ત્યારે સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા જાંબુના ફાયદા વિશે જાણીશું. જાબું પિત્ત અને કફને મટાડે છે. સાથે જાંબુનો રસ પાચક અને મૂત્રલ છે.

સ્વાસ્થ્યવર્ધક જાંબુથી થતાં ફાયદા

By

Published : Jul 5, 2019, 9:36 AM IST

તો જાંબુની કેટલીક કહેવાતો પણ જોવા મળે છે. જેમ કે, કોઈ કાળા બાળકને જોઈને બોલતા કે "તારી માતા એ જાંબુ ખાધા હશે" આમ, કાળા રંગના ઉત્તમ ફળ ગણાતું જાંબુ રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે. જે અતિશય વાયુ કરનાર છે. જેનો ઉપયોગ રોગ મટાડવામાં પણ એટલો જ કરવામાં આવે છે.

જાંબુમાં આયર્ન, ફોસ્ફરસ, કોલીન, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન સી હોય છે. 1 કિલો જાંબુમાં 251 કેલરી, કાર્બોહાઇડ્રેટ1 4%, ફેટ 0.23 ગ્રામ અને ફાઇબર 0.6 હોય છે. એ શીત અને મળને સુકવનારા છે. જાંબુથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તો ચાલો જાણીએ સ્વાસ્થ્યવર્ધક જાંબુના ફાયદા...

સ્વાસ્થ્યવર્ધક જાંબુથી થતાં ફાયદા

જાંબુના ફાયદા

* જાંબુમા કેન્સર વિરોધી ગુણો હોય છે.
* પોટેશિયમ હોવાથી હાર્ટએટેક, હાઈ બીપી અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.
* હિમોગ્લોબીન વધારે છે.
* લોહીમાં સાકર ની માત્રા ઓછી કરે છે. વારંવાર લાગતી તરસ અને પેશાબમાં રાહત આપે છે અને ડાયાબિટીસ ને કંટ્રોલ કરે છે.
* ચહેરા પર લગાવવાથી ચામડી પર તેજ વધે છે, મૃત ત્વચા જીવંત થાય છે અને કરચલીઓ ચહેરા પરથી દૂર કરી યુવાન રાખે છે. આનાથી રક્તનો સંચાર વધે છે જેથી ચહેરા પરના દાગ, ધબ્બા દૂર કરે છે.
* વાળમાં લગાવવાથી ચમક વધે છે અને વાળમાં શાયનિંગ આવે છે. વાળને ખરતા રોકે છે સાથોસાથ વાળમાંથી ખોડો દૂર કરી મજબૂત અને લાંબા બનાવે છે.
* કાનમાંથી પરૂ આવતું હોય તો જાંબુના રસનાં બે બે ટીપાં કાનમાં નાખવાથી લાભ થાય છે.
* જાંબુના પાંદડા ના ગુણો-
* પાંદડાને ગરમ પાણીમાં નાખી તેના કોગળા કરવાથી દાંતની તકલીફ દૂર કરી પેઠા ને મજબૂત કરે છે. જો મોં માંથી વાસ આવતી હોય તો પાંદડા ચાવવાથી લાભ થાય છે.
* પાન સાથે દૂધ મીલાવી ને તેના રસથી હરસમાં લાભ થાય છે.
* નસકોરી ફૂટી હોય તો પાન ના રસના બે ટીપાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.
* ઝેરી જીવજંતુ કરડયું હોય ત્યાં પાનની પેસ્ટ બનાવી લગાવવાથી લાભ થાય છે.

જાંબુની ગોટલીના ગુણઃ
* ગોટલીમાં રહેલ જામ્બોલીન નામનું તત્વ સ્ટાર્ચને શર્કરા માં ફેરવતા રોકે છે જેથી ડાયાબિટીસ માં લાભ થાય છે.
* ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી સ્વર સુધરે છે.
* ગોટલીનું ચૂર્ણ વાગ્યા પર લગાવવાથી રૂઝ જલ્દી આવે છે.
* પથરીમાં ગોટલીનું ચૂર્ણ દહીં સાથે ખાવાથી લાભ થાય છે.
* સ્ત્રીઓમાં સફેદ પાણી પડતું હોય તો ચોખાના ઓસામણ સાથે જાંબુનું ચૂર્ણ આપવાથી લાભ થાય છે.
* ઝાડાં, ઉલટી, મરડામાં પણ ગોટલીનું ચૂર્ણ સાકર સાથે આપવાથી પરિણામ મળે છે.
* લોહી ગંઠાતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 25% અને પીપળા ના ઝાડની છાલનું ચૂર્ણ દીવસમાં2 થી 3 વખત લગાવવું જોઈએ.
* બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 1 ચમચી આપવું જોઈએ.
જાંબુની છાલ ના ગુણઃ
* છાલને પાણીમાં ઘસીને પીવાથી અપચો અને પેટની સમસ્યા દૂર થાય છે.
* ગઠિયા વામાં પણ છાલ ઉપયોગી રહે છે.

જાંબુ કોના માટે હાનિકારક ?
* વાયુ વધારનાર હોવાથી ખાલી પેટે ના ખાવા અને વા ના દર્દીએ ના ખાવા
* ગાયકોએ ન ખાવા
* વધુ ન ખાવા. એક વખત માં 200 ગ્રામ થી વધુ ના ખાવા.
* દૂધ સાથે ન ખાવા કે જાંબુ ખાઈને દૂધ ન પીવું.
* સોજામાં ન ખાવા
* ગર્ભવતી મહિલાઓએ ન ખાવા.

આમ, જાંબુના ફળમાં અનેક ફાયદા છૂપાયેલાં છે. જેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. માટે દર્દીઓને ડૉક્ટરની કડવી દવામાંથી છૂટકારો મેળવવા અને શારિરીક તંદુરસ્તી માટે જાંબુ ખાવા જોઇએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details