- 18 એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ
- જામા મસ્જીદ સૌથી જુની મસ્જીદમાંથી એક ગણવામાં આવે છે
- જામા મસ્જીદનું નિર્માણ અહેમદશાહના શાસન દરમિયાન 15મી સદીમાં થયું છે
અમદાવાદ: શહેરમાં મહાત્મા ગાંધી રોડ પર આવેલી જામા મસ્જિદ ભારતની સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. આ મસ્જિદનું નિર્માણ અહેમદશાહના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. મસ્જિદની કામગીરી, ગુંબજોની કામગીરી, શાંતિપૂર્ણ વાતાવરણ તરીકે અદભુત નમુનો ગણવામાં આવે છે. અમદાવાદને હેરિટેડ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું. જેમાં જામા મસ્જિદને ખાસ ગણવામાં આવી છે.
ઇ.સ.1423માં અહેમદશાહ દ્વારા જામા મસ્જિદનું નિર્માણ થયું હતું
ઇ.સ.1423માં અહેમદશાહ દ્વારા જામા મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદશાહની કબર બનાવવામાં આવેલી છે. સાથે સાથે મસ્જિદમાં તેમના પુત્રની પણ કબર બનાવવામાં આવેલી છે. તેમની થોડી દુર સામેના ભાગમાં રાણીના હજીરા ખાતે અહેમદશાહની પત્નીઓની કબર બનાવવામાં આવેલી છે.
આ પણ વાંચો: વિશ્વ હેરિટેજ દિવસઃ અમદાવાદના 12 દરવાજાઓ આજે પણ હેરિટેજનો ભાગ
15 મુખ્ય ગુબજો, 260 સ્તંભ
જામા મસ્જિદમાં નમાજ અદા કરવાના વિશાળ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં 15 મુખ્ય ગુબજો આવેલા છે, જેમના સપોર્ટ માટે 260 જેટલા સ્તંભ બનાવવામાં આવેલા છે. ઇ.સ. 1819માં આવેલા ભૂકંપમાં તેમની ઉંચાઈ અડધી થઇ ગઇ છે. હાલમાં જેટલી ઉંચાઈ છે. તેના કરતા બમણી ઉંચાઈ હતી. જયારે મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 15 મી સદીમાં જામા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.