દર વર્ષે અષાઢી બીજના દિવસે સૌથી મોટી દેશના બીજા નંબરની રથયાત્રા અમદાવાદના જગન્નાથની નિકળે છે. જે જગન્નાથજી મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે. વર્ષો જૂના પ્રાચીન જગન્નાથ મંદિરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 110 કરોડના ખર્ચે રીડેવલોપ કરશે. મંદિરની આસપાસની 10 એકરથી વધુ જમીનનું રીડેવલોપમેન્ટ કરાશે.
અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરને 110 કરોડના ખર્ચે રીડેવલોપ કરાશે, કેવું હશે નવું જગન્નાથ મંદિર જાણો… - સ્ટેન્ડિંગ કમિટી
અમદાવાદઃ જિલ્લાના નગરદેવતા અને સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના પરિસરને રીડેવલોપ કરાશે. જેના માટેનો ઠરાવ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓએ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલી આપ્યો છે. જગન્નાથજી મંદિરને બનારસના કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર રીડેવલોપ કરાશે.
Jagannath Temple
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 110 કરોડના ખર્ચે જમાલપુરના જગન્નાથ મંદિર પરિસરને રીડેવલોપ કરવા માટેની દરખાસ્ત મુકાશે. એએમસી, ગુજરાત સરકાર અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે મળીને પરિસરને વધુ સુંદર અને વધુ સગવડભર્યું બનાવશે.