ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો !

અમદાવાદ : શહેરની સુપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભગવાનના મોસાળ તરીકે જાણિતા સરસપુરમાં ભક્તજનો ભજનથી ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રા અને જગતનો નાથ જગન્નાથજી મામાને ઘેર રણછોડજી મંદિરમાં મ્હાલી રહ્યા છે. મોસાળમાં ભગવાનને ભક્તો દ્રારા લાડ લડાવવામાં આવી રહ્યા છે. દરરોજ વહેલી સવારથી રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા લાંબી લાઈનો લાગે છે. ભજન મંડળીઓ નાચ ગાન સાથે ભજનો ગાઈને ભગવાનને રીઝવી રહ્યા છે.

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો

By

Published : Jul 1, 2019, 10:44 PM IST

બે દિવસમાં ભગવાન મોસાળમાંથી પાછા નિજ મંદિર પરત ફરશે. ભક્તો બે દિવસના મહેમાન ભગવાન જગન્નાથજીને નાચી ગાઈને લાડ લડાવી રહ્યા છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવે છે. સવારથી ભગવાનના દર્શન કરવા ભક્તો ભજન ગાઈ દર્શન કરવા આવે છે. સવારે ભગવાનને દૂધ, ફળ, શાકભાજી, બપોરે રાજભોગ અને સાંજે પણ શયનભોગ ધરાવામાં આવે છે. બપોરે 4 વાગ્યા બાદ રણછોડજી મંદિરમાં ભજનમંડળીઓ આવી ભજનો ગાય છે. ડાકોર અને દ્વારિકા જેવો જ માહોલ હાલ સરસપુરમાં રણછોડજી મંદિરમાં જોવાઈ રહ્યો છે.

ભગવાન જગન્નાથજીને મોસાળમાં લાડ લડાવતાં ભક્તો

ABOUT THE AUTHOR

...view details