જેકલીન સમય કરતા ખૂબ જ મોડી આવી હતી, જેના લીધે તેને જોવા આવેલા તેના ચાહકોને ગરમીમાં બેથી ત્રણ કલાક ઊભા રહેવું પડ્યું હતું અને આ જ કારણથી શિવરંજની રસ્તા પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકોને કાબૂમાં રાખવા પોલીસ તથા બીજી ટીમને મુશ્કેલી પડી હતી. અભિનેત્રી જ્યારે શૉ રૂમની અંદર નવી ડિઝાઈન અને નવું કલેક્શન જોવા પહોંચી, ત્યારે બીજા લોકો પણ અંદર પહોંચી જવાને લીધે અભિનેત્રીને તથા ચાહકોને સંભાળવુ મુશ્કેલ બન્યું હતું અને ધક્કામુકી તથા મારા મારીની સ્થિતિ પણ સર્જાઈ હતી.
અમદાવાદમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જોવા ચાહકોની પડાપડી - police
અમદાવાદઃ શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા હરિત જવેલર્સના નવા શૉરૂમનું ઉદ્ઘાટન કરવા બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ રવિવારે પહોંચી હતી. હરિત જ્વેલર્સ, કે જેને બે દિવસ પહેલા જોઈન્ટ એન્ડોર્સમેન્ટ દ્વારા એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને તેનું કારણ હતું ફૂટપાથ પર બનાવેલો મંડપ. પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ કે જે તેના ચીટીયા કલૈયા,એક દો તીન, લત લગ ગઈ જેવા ગીતો માટે પ્રખ્યાત છે, છેલ્લે તે રેસ-3માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. અહીં જેકલીનને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી અને તેના પર કાબુ મેળવવુ પોલીસ માટે પણ ભારે પડી ગયુ હતું.
ahd
ભારે સંખ્યામાં ચાહકો આવી જતાં પોલીસને પણ સ્થિતિ સંભાળવામાં મુશ્કેલીઓ આવી હતી. પરંતુ આવી સ્થિતિમાં અભિનેત્રીએ પોતાના પર કાબૂ મેળવીને બધાની સાથે ખૂબ જ સારી અને સહજતાથી વાતો કરી હતી.
Last Updated : Jul 21, 2019, 5:13 PM IST