ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્યોને બેંગલોર લઈ જવાનો નિર્ણય મારો હતો: ભરતસિંહ સોલંકી

અમદાવાદ: વર્ષ 2017 રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં સતત ત્રીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીની જુબાની લેવામાં આવી હતી. જેમાં તેમણે પોતાના નિર્ણયથી પક્ષના તમામ ધારાસભ્યોને બેંગલોર લઈ ગયા હોવાની કબુલાત કરી હતી. વ્હીપ અને હોર્સ ટ્રેડિંગથી બચવા આ નિર્ણય લેવાની સપષ્ટતા કરી હતી.

ફાઇલ ફોટો

By

Published : Aug 7, 2019, 10:08 PM IST

ભરતસિંહ જુબાની દરમિયાન વધુમાં ઉમેર્યું હતું કે, ધારાસભ્યોને બેંગલોરમાં રાખવાનો અને તમામ પ્રકારનો કુલ ખર્ચ કુલ 68 લાખ રૂપિયા જેટલો થયો હતો. જે પૈકી 11 લાખ રૂપિયા આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચુકવવામાં આવ્યા હતા.આ સિવાય તમામ પ્રકારના નાણાંકીય વ્યવાહારોના ડેટા તેમની સાથે કોર્ટમાં લાવ્યા હતા.

ત્રીજા દિવસે ભરતસિંહ સોલંકીની જુબાની પૂર્ણ થઈ આવતીકાલ માટે અહેમદ પટેલના વકીલે શૈલેષ પરમારનું નામ આપ્યું અને બળવતસિંહના વકીલે એફિડેવિટની માંગ કરી હતી. જો કે, અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ સાંજે 8 વાગ્યે એફિડેવિટની કોપી આપવાનું કહેતા દેવાંગ વ્યાસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેને લઈને આવતીકાલે રજુઆત કરાશે.

ABOUT THE AUTHOR

...view details