ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરમાં રાત્રીના સમયે વીજળીના તેજ ચમકારા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો - હવામાન વિભાગ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જે ખેડૂતોએ ચોમાસાની વાવણી કરી લીધી છે તે ખુશ છે.

Ahmedabad
અમદાવાદ

By

Published : Jun 11, 2020, 7:09 AM IST

Updated : Jun 11, 2020, 10:30 AM IST

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરના સમયથી ઢળતી સાંજ પડવાના સમયે વાદળો આકાશમાં ઘેરાઈ આવે છે, અને વરસાદ વરસવાનું શરૂ થાય છે. જેમાં દિવસભરના તાપ, બફારા અને ઉકળાટ બાદ રાત્રીના નવ વાગ્યાની આસપાસ પવનોની સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે વીજળીના કડાકાની સાથે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે આખો દિવસ ગરમીથી અકળાયેલ લોકોને શાંતિ વળી હતી.

અમદાવાદ શહેરમાં રાત્રીના સમયે વીજળીના તેજ ચમકારા સાથે ધીમીધારે વરસાદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થયું છે. મોડી રાત્રે પણ અમદાવાદ શહેરમાં વીજળીના ભયંકર ચમકારા સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.

Last Updated : Jun 11, 2020, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details