CII અને પારૂલ યુનિવર્સિટી દ્વારા એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ નિષ્ણાંત દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ તથા જરૂરિયાત અંગે તેમણે વાતચીત કરી હતી.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ નવા સંશોધન કરવા ઇચ્છતા બાળકો માટે આયોજન તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે તેમને સ્ટેજ પણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી હરીફાઇ ચાલી રહી છે. જેમાં બાળકમાં નવું કરવાની ભાવના બહાર આવે અને તેને યોગ્ય રસ્તો મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આર્થિક મદદ અને તક મળી રહે તે માટે પણ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.