અરજદાર વત્સા શાહ દ્વારા હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં ACPC દ્વારા 5મી જુલાઈ 2017ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને રદ જાહેર કરી વિદેશમાં રહેતા ભારતીયોને NRI ક્વોટા માટે લાયક ગણી એ સીટમાં પ્રવેશ આપવામાં આવે અને જો સરકારી બેઠક માટે લાયક હોય તો તેમાં પ્રવેશ આપવામાં આવે માંગ કરવામાં આવી હતી.
MBBSમાં પ્રવેશ માટે ભારતીયોને NRI શ્રેણીમાં ગણવા મુદે હાઈકોર્ટે ACPC પાસે ખુલાસો માંગ્યો - acpc
અમદાવાદઃ મૂળ ભારતીય અને બ્રિટેનો પાસપોર્ટ ધરાવતી યુવતીને રાજ્યની MBBS કોલેજમાં સરકારી કે NRI સીટમાં એડમીશન માટે ACPC દ્વારા ગેરલાયક ઠેરવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. રિટ દાખલ થતા જસ્ટીસ બેલા ત્રિવેદીએ રાજ્ય સરકાર અને ACPCને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10મી જુલાઈના રોજ હાથ ધરાશે.
આ સાથે અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી હતી કે MBBSમાં પ્રવેશ મુદે વચ્ચગાળાની રાહત આપવામાં આવે. ત્યાં સુધી તે એક બેઠક અરજદાર માટે રિઝર્વ રાખવામાં આવે અને જો લાયક ઉર્તિણ થાય તો એમાં પ્રવેશ આપવાની માંગ કરી હતી.
હાઈકોર્ટે અરજીને માન્ય રાખીને MBBS સહિત મેડિકલ પ્રવેશ માટે સંચાલિત કરતી ACPC અને રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. જો કે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે એટલે કે 10મી જુલાઈના રોજ હાથ ધરાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અરજદાર યુવતી બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અને વર્ષ 2014થી ગુજરાતમાં છે. ધોરણ 10 ઈન્ટરનેશનલ અને 12 ગુજરાત બોર્ડથી પાસ કર્યું છે. MBBS માટે આપવામાં આવતી પ્રવેશ પરીક્ષા NEET પણ આપી છે.