અમદાવાદશહેરમાં આવેલા ISROમાં ચોંકાવનારો કિસ્સો સામે (ISRO intern student gets Death threat in email) આવ્યો છે. અહીં ઈન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીને તેલંગાણામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધમકીભર્યો ઈમેલ કર્યો હતો. જેમાં વિદ્યાર્થી પાસેથી 10 કરોડ રુપિયાની માંગણી કરવામાં આવી હતી. (isro intern file complaint)
વ્યક્તિએ કર્યો ધમકીભર્યો મેલ આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ ISROમાં (Indian Space Research Organisation) ઈન્ટર્નશિપ કરતા એક વિદ્યાર્થીને તેલંગાણાના 2 વિદ્યાર્થીઓએ ધમકી આપી હતી. આ ધમકી એટલે આપવામાં આવી હતી કે, તેઓ ISROમાં ઈન્ટર્નશિપ કરવા માગે છે. તેલંગાણાના વિદ્યાર્થીઓએ આ માટે અન્ય વ્યક્તિનો સહારો પણ લીધો છે. આ વ્યક્તિએ ISROમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીને ધમકીભર્યો મેલ મોકલ્યો છે. આ મેલમાં તેલંગાણાના વિદ્યાર્થીઓના ફોટો અને વોઈસ રેકોર્ડ પણ છે, જે એ વાતને સાબિત કરવા માટે છે કે, તેમને ધમકાવવાનું (ISRO intern gets threat ) કામ સોંપવામાં આવ્યું છે. ઈમેલમાં એ પણ ઉલ્લેખ છે કે, જો તેમનું કામ નહીં કરાય તો તેની હત્યા કરવામાં આવશે. સાથે જ ISROમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થી પાસે 10 કરોડ રૂપિયાની(Satellite Police Station) માગણી કરી છે.
પોલીસે શરૂ કરી તપાસઆ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના (Satellite Police Station) ઈન્ચાર્જ PI વી. એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસના આધારે જે ઇમેલ આઇડી ઉપરથી ઇમેલ આવ્યા છે. તે આઇડી કોણે બનાવ્યા છે. ખરેખર આમાં કોણ વ્યક્તિ જવાબદાર છે અને જવાબદાર વ્યક્તિને પકડવા માટેની કામગીરી પોલીસે શરૂ કરી છે. આરોપી પકડાયા બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવશે.
કામ ન થયું તો હત્યાની ધમકી મેઈલમાં (ISRO intern gets threat) લખવામાં આવ્યું હતું કે, જો તેનું કામ ન થયું તો ફરિયાદીની (isro intern file complaint) હત્યા કરવામાં આવશે. તો આ સમગ્ર મામલે ફરિયાદીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (Satellite Police Station) ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, આ ફરિયાદી થોડા દિવસ પહેલાં જ તેલંગાણા અભ્યાસ માટે ગયા હતા.
ધમકી આપનારા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ માટે કર્યું દબાણતેલંગાણા NITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કે જેમણે આ ધમકી (ISRO intern gets threat) આપી છે. તેમની સાથે જ ISROમાં ઈન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હતા. આ બંનેએ ઈસરોમાં (Indian Space Research Organisation) એક જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા તેમ જ પૈસા આપવા અથવા આત્મહત્યા કરી લેવા પણ દબાણ કર્યું હતું. આ માટે એક વ્યક્તિને હત્યાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું પણ ફરિયાદીએ ફરિયાદમાં (Satellite Police Station) જણાવ્યું હતું.