અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી પ્રગ્નેશ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આવવાનો હતો. પરંતુ આ અકસ્માતમાં મૃત્યુ પામેલ રોનક, કૃણાલ અને અક્ષર પરિવારવતી પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર એડવોકેટ દર્શન વેગડે દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળ ઉપર હાજર રહેલા લોકોને ધાગધમકી આપી હતી તેમજ રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પોલીસે તેની ધરપકડ કરી હતી.
એડવોકેટ દર્શન વેગડે જણાવ્યું હતું કે,
" પ્રગ્નેશ પટેલની કેન્સર જેવી જે બીમારીની વાત વચગાળાની જામીન અરજીમાં કરી છે તે બીમારી અચાનક ક્યાંથી પ્રગટ થઈ છે? પ્રગ્નેશ પટેલની ધરપકડમાં, રિમાન્ડમાં, ચાર્જશીટમાં, જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમજ તેની રેગ્યુલર જામીન અરજીમાં પણ કેન્સરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રગ્નેશ પટેલે આ અરજી કેન્સરના ટ્રીટમેન્ટ માટે નથી કરી પરંતુ, જો પ્રજ્ઞેશ પટેલ ને છોડવામાં આવશે તો તે સાક્ષીઓને ધમકાવવા ફોસલાવા અને લલચાવા સુધીની કેસને નબળો પાડવાની પૂરેપૂરી શક્યતા છે. માટે તેને જામીન ના મળવા જોઈએ. આ સાથે જ અમે આજે તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજીમાં પણ વાંધા અરજી ફાઇલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે."
શું છે વાંધા અરજીમાં: પ્રગ્નેશ પટેલની કરેલી જામીન અરજીમાં પરિવારજનો દ્વારા જે વાંધો અરજીમાં આ મુદાઓ ઉઠાવવામાં આવ્યા છે.