તથ્ય પટેલનો ડ્રગ્સ રિપોર્ટ નેગેટિવ- નીતા દેસાઈ, DCP, પશ્ચિમ ઝોન અમદાવાદ:19 જુલાઈ 2023 બુધવાર વહેલી સવારે અમદાવાદ સર્જાયો હતો. તેના આરોપી તથ્ય પટેલને તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પટેલને ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાબરમતી જેલમાં 14 દિવસ માટે મોકલવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
'તથ્ય પટેલ અને તેના મિત્રો સાથે રાખીને ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી છે. તથ્ય પટેલ અને તેના મિત્રોને બંનેના બયાન લેવામાં આવી રહ્યા છે. જેમાં બંનેના સરખા જોવા મળી રહ્યા છે. તે અને તેના મિત્રો કઈ કઈ જગ્યાએ ગયા હતા કયા રૂટ પરથી પસાર થયા હતા. તેની તપાસ કરવામાં આવી રહી છે. તે રોડ પરના સીસીટીવી કેમેરા ઉપર ચેક કરવામાં આવી રહ્યા છે. જેથી તે રૂટ પર પસાર થતાં તેમની કારની કેટલી સ્પીડ હતી તે પણ ચેકિંગ કરવામાં આવશે.'- નીતા દેસાઈ, DCP, પશ્ચિમ ઝોન
પોલીસ તપાસના ધમધમાટ:પોલીસ દ્વારા તેના બ્લડ તેમજ કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું કે નહીં તો એનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેનો ડ્રગ્સ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ એફએસએલનો રિપોર્ટ આગમ બે દિવસમાં મળશે. તેની કારની સ્પીડ કેટલી હતી તે સાબિત થશે. આ ઉપરાંત આરટીઓ દ્વારા પણ કારની બ્રેક સિસ્ટમને પણ ચેક કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોની પણ મુલાકાત કરી તેમનું પણ બયાન લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે પણ પરિવારના લોકો ના સ્વજન ગુમાવ્યા છે. તેમના પરિવાર સાથે પણ જુબાની લેવામાં આવી રહી છે. જેના માટે પણ ટીમ અમદાવાદથી રવાના થઈ ગઈ છે.
વધુ એક વીડિયો વાયરલ:અમદાવાદ પોલીસ દ્વારા તથ્ય પટેલ અને તેના મિત્રોના મોબાઈલ આગામી સમયમાં કબજે કરી તેની તપાસ પણ કરવામાં આવશે. જેમાં તેને કોને કોને કોલ કર્યા હતા તેની ડિટેલ કાઢીને પણ વિગતવાર તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તથ્ય પટેલનુ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આરટીઓ દ્વારા પણ તેનો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. તથ્ય પટેલનો 3 જુલાઈ 2023નો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં તે થાર ગાડી લઈને ફૂલ સ્પીડમાં એક કાફેની અંદર ઘુસાડતો જોવા મળી રહ્યો છે. કાફીના માલિક દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે તેના ઉપર પણ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
- ISKCON Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના વકીલે કેમ માંગી માફી?
- Ahmedabad Accident Case: તથ્ય પટેલનો રીપોર્ટ નેગેટિવ, નથી લીધું કોઈ નશાકારક પીણું