ગુજરાત

gujarat

ETV Bharat / state

ISKCON Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના વકીલે કેમ માંગી માફી? - tathya patel advocate of nishar vaidhya Apologize

19 જુલાઈના રોજ અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતના આરોપી તથ્ય પટેલના વકીલ નિશાર વૈદ્ય પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. નિશાર વૈદ્ય કોર્ટની બહાર તેને પોતાનો કામ કરી રહ્યો છું પરંતુ જો મારા કામથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું તમામ લોકોની માફી માંગુ છું.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 22, 2023, 12:24 PM IST

તથ્ય પટેલના વકીલે કેમ માંગી માફી?

અમદાવાદ: 19 જુલાઈ 2023 ની વહેલી સવાર અમદાવાદ શહેરના લોકો માટે કાળમુખી બનીને આવી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બચાવ માટે ઉભેલા અંદાજિત 20 જેટલા લોકોને પાછળથી પૂર ઝડપે આવતી જાગુઆરકારે હડફેટમાં લીધા હતા. જેમાં આઠ જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન જેટલા લોકો ઘાયલ થયા હતા. આરોપી તથ્ય પટેલના વકીલનું વિવાદિત બયાન સામે આવતા જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

'મારું કામ વકીલાત કરવાનું છે અને હું મારા પક્ષકારને બચાવી રહ્યો છું પરંતુ જો મારા આ કામથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું જાહેરમાં તમામ જનતાની માફી માગું છું. અને જનતા કહેશે તો હું આ કેસ લડવાનું મૂકી દઈશ. પરંતુ મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવીને કેસ લડશે જ. જે લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે મારી પણ સંવેદના સંકળાયેલી છે. તું મારું કામ વકીલાત કરવાનું હોવાથી હું મારું કામ કરી રહ્યો છું.' -નિશાર વૈદ્ય, આરોપી તથ્ય પટેલના વકીલ

'જે દિવસે અકસ્માત સર્જાયો તે દિવસે જનતા તેમના દીકરાને ખૂબ જ માર મારી રહી હતી. જેના કારણે પ્રજ્ઞેશ પટેલે પોતાના દીકરા તથ્યને બચાવવા બચાવ માટે ત્યાંથી લઈને નીકળી ગયા હતા. જે લોકો મૃત્યુ પામ્યા છે તે પણ નિર્દોષ જ હતા પ્રજ્ઞેશ પટેલે પણ તેનું ઘણું દુઃખ છે. કોઈપણ પિતા હોય તે પોતાના પુત્રને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે તો તેવી જ રીતે પ્રજ્ઞેશ પટેલે પણ પોતાના પુત્રને બચાવવા માટે જ કામ કરી રહ્યા હતા.' -નિશાર વૈદ્ય, આરોપી તથ્ય પટેલના વકીલ

તમામ કેસ ફાસ્ટ ટ્રેક ચલાવવા આવે:તથ્ય પટેલનો કેસ સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક કેસ ચલાવવાનું નિર્ણય કરવામાં આવે છે. નિસાર વૈદ્યએ આ નિર્ણય આવકાર્યો હતો. હાલમાં દેશની અંદર ચાર કરોડથી પણ વધારે કેસ પેન્ડિંગ પડી રહ્યા છે. આ કેસને પણ આ રીતે તાત્કાલિક નિર્ણય લાવો જોઈએ. જેથી કરીને કેસની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. સરકાર દ્વારા જે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાનું નક્કી કર્યું છે તે નિર્ણય હું આવકારું છું.

નિશાર વૈધનું વિવાદિત નિવેદન:બુધવારે ઇસ્કોન પર થયેલ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ પોલીસ દ્વારા જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીના વકીલ નિશાર વૈદ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તથ્ય જ્યારે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે લોકો વચ્ચે આવ્યા હતા અને હડફેટમાં લીધા હતા. નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત નિશાર વૈદ્યનો ફુલ સ્પીડમાં ગાડી ચલાવતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે વિડિયો પોતાનો ન હોવાની પણ કબુલાત કરી હતી.

  1. Ahmedabad Accident Case: તથ્ય પટેલનો રીપોર્ટ નેગેટિવ, નથી લીધું કોઈ નશાકારક પીણું
  2. ISKCON Bridge Accident Case : આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પિતા 14 દિવસ માટે જેલ હવાલે

ABOUT THE AUTHOR

...view details