ગુજરાત

gujarat

ETV Bharat / state

ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી, સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા આદેશ - Court rejects Pragnesh Patels interim bail plea

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 નિર્દોષોના ભોગ લેનાર તથ્યને ઘટના સ્થળેથી ભગાડનાર પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે વચગાળાના જામીન માગ્યા હતા. જો કે, પ્રિન્સિપલ સેશન્સ જજ ડી.એમ.વ્યાસે આરોપી પ્રજ્ઞેશે કરેલી જામીન અરજી ફગાવી દીધી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 21, 2023, 6:41 PM IST

Updated : Aug 21, 2023, 6:50 PM IST

ISKCON Bridge Accident Case

અમદાવાદઃ પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર 30 દિવસની વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં પ્રજ્ઞેશની સારવાર કરાવવા અને તે અંગેનો રિપોર્ટ 10 દિવસમા રજૂ કરવા આદેશ આપ્યો છે. જેથી હવે કેન્સર હોસ્પિટલમાં પ્રજ્ઞેશની સારવાર શરૂ કરવામાં આવશે.

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી આજે કોર્ટે નામંજૂર કરી છે. પ્રજ્ઞેશન મોઢાના કેન્સરની સારવાર માટે મુંબઈ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ટેમ્પરરી બેઇલ માટેની અરજી કરી હતી. કોર્ટ ઓબ્ઝર્વેશન પ્રમાણે એવી સૂચના આપેલી છે કે જેલ ઓથોરિટી તરફથી ગુજરાત રિસર્ચ કેન્સર અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવશે અને આ રિપોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. - સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદી

કેન્સરની બિમારીની સારવાર માટે અરજી કરી હતી : ઇસ્કોન અકસ્માત કેસમાં જેલવાસ ભાગવી રહેલા પ્રજ્ઞેશ પટેલે સારવાર માટે એક મહિનાના જામીન માગતી અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ઘણા સમયથી કેન્સરની બિમારીથી પિડાય છે, મુંબઇની હોસ્પિટલમાં અગાઉ સારવાર કરાવી હતી તે અંગેના દસ્તાવેજ પણ છે, ગંભીર પ્રકારની બિમારી છે જો યોગ્ય ઇલાજ ન કરવામાં આવે તો કેન્સર ફેલાય તેવી શક્યતા છે, ત્યારે એક મહિનો સારવાર માટે જામીન આપવા જોઇએ.

આરોપી બચવા માટે ખોટા બહાના આપી રહ્યો છે : આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લે 2019માં સારવાર કરાવી હતી ત્યાર બાદ તેણે એક પણ વાર સારવાર કરાવી નથી, આમ હવે સારવારની કોઇ જરૂર હોય તેમ જણાતું નથી, આરોપી જેલમાંથી નિકળવા માટે ખોટી રીતે અરજી કરી રહ્યો છે.

આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલ છે : આરોપી પ્રજ્ઞેશ પટેલ સામે 10 ગુના હોવાથી તે ગુનો કરવા માટે ટેવાયેલ છે, આરોપી તથ્યને ઘટના સ્થળેથી ભગાડી ગયો હતો. જેથી તેને વચગાળાના જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે, તેથી તેને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે પ્રજ્ઞેશની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. પરંતુ તેની સારવાર કેન્સર હોસ્પિટલમાં કરાવવા જેલ ઓથોરીટીને નિર્દેશ આપ્યો છે.

  1. Iskcon Bridge Accident Case: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર મૃતકોના પરિવારજનોએ આજે વાંધા અરજી ફાઇલ કરી
  2. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજી પર 21 ઑગસ્ટે સુનાવણી, મૃતકના પરિવારે તથ્યની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી
Last Updated : Aug 21, 2023, 6:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details