અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઘટના સ્થળે જ નવ લોકો મૃત્યુ પામ્યા હતા. અકસ્માત કરનાર તથ્યને બચાવવા માટે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં હાજર રહેલા લોકોને ધમકી આપીને તથ્ય હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોને ધમકી આપવાના કેસમાં આરોપી પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની જામીન અરજી :પ્રગ્નેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જોકે ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કેન્સરની સારવાર કરાવવા માટે વચગાળાની 30 દિવસની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી હતી. જેને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા હવે પ્રજ્ઞેશ પટેલે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
આરોગ્ય કારણ પર અરજી :અત્રે મહત્વનું છે કે, પ્રગ્નેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર 30 દિવસની વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટે સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં પ્રજ્ઞેશની સારવાર કરાવવા અને તે અંગેનો રિપોર્ટ 10 દિવસમા રજૂ કરવા આદેશ આપ્યો છે. જેથી હવે કેન્સર હોસ્પિટલમાં પ્રજ્ઞેશની સારવાર શરૂ કરવામાં આવશે.
પ્રગ્નેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. પ્રજ્ઞેશન મોઢાના સારવારના કેન્સર માટે મુંબઈ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ટેમ્પરરી બેઇલ માટેની અરજી કરી હતી. કોર્ટ ઓબ્ઝર્વેશન પ્રમાણે એવી સૂચના આપેલી છે કે, જેલ ઓથોરિટી તરફથી ગુજરાત રિસર્ચ કેન્સર અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવશે. આ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.--પ્રવીણ ત્રિવેદી (સરકારી એડવોકેટ)
આરોપી તરફની રજૂઆત : ઇસ્કોન અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા પ્રજ્ઞેશ પટેલે સારવાર માટે એક મહિનાના જામીન માગતી અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ઘણા સમયથી કેન્સરની બિમારીથી પિડાય છે. મુંબઇની હોસ્પિટલમાં અગાઉ સારવાર કરાવી હતી. તે અંગેના દસ્તાવેજ પણ છે. આ ગંભીર પ્રકારની બિમારી છે, જો યોગ્ય ઇલાજ ન કરવામાં આવે તો કેન્સર ફેલાય તેવી શક્યતા છે. ત્યારે એક મહિનો સારવાર માટે જામીન આપવા જોઇએ.
સરકારી વકીલની દલીલ : આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લે 2019માં સારવાર કરાવી હતી. ત્યારબાદ તેણે એક પણ વખત સારવાર કરાવી નથી. આમ હવે સારવારની કોઇ જરૂર હોય તેમ જણાતું નથી. આરોપી જેલમાંથી નિકળવા માટે ખોટી રીતે અરજી કરી રહ્યો છે.
જામીન અરજી નામંજૂર : આરોપી પ્રજ્ઞેશ પટેલ સામે 10 ગુના હોવાથી તે ગુનો કરવા ટેવાયલ છે. આરોપી તથ્યને ઘટના સ્થળેથી ભગાડી ગયો હતો. જેથી તેને વચગાળાના જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે. તેથી તેને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે પ્રજ્ઞેશની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. પરંતુ તેની સારવાર કેન્સર હોસ્પિટલમાં કરાવવા જેલ ઓથોરીટીને નિર્દેશ આપ્યો છે.
- ISKCON Bridge Accident Case : તથ્ય પટેલને જામીન અપાવવા વકીલની દલીલોને મજબૂત પડકાર આપતાં સરકારી વકીલ, 24મીએ ચૂકાદો
- ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી, સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા આદેશ