- આ ટ્રેલર છે 2022 માં પિચર પડશે : ઈશુદાન
- ઈશુદાને કહ્યું ભુપેન્દ્ર પટેલ મારા મિત્ર
- ભુપેન્દ્ર પટેલ રબ્બર સ્ટેમ્પ : ઈશુદાન
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરતાં જ સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યપ્રધાનના પદ માટે ઘણા અનુભવી દાવેદાર નેતાઓએ હતા. ત્યારે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખરેખરમાં ભુપેન્દ્ર પટેલ તો ફક્ત મહોરૂં છે. પાછળથી અમિત શાહ અને સી.આર.પાટિલ રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાવશે. ભૂપેન્દ્ર પટેલે તેમના રબરસ્ટેમ્પ બનીને રહેવું પડશે.
નીતિન પટેલ અમિત શાહ અને સી.આર.પાટીલ કરતા વધુ વહીવટી કુશળ : ઈશુદાન
ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નીતિન પટેલ અમિત શાહ અને સી.આર.પાટિલ કરતા વહીવટી કુશળતામાં વધુ ચઢિયાતા છે. હજી તો એક મહિના પહેલા જ ભાજપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સફળતાના પાંચ વર્ષની ઉજવણી કરી હતી. ત્યારબાદ આ રાજીનામાંથી સાબિત થયું છે કે, રૂપાણી સરકાર નિષ્ફળ હતી. ભાજપે લોકોની આંખમાં ધૂળ નાંખી છે. ગેસના બાટલમાં 25 રૂપિયાના ભાવવધારાથી વસૂલ કરાયા હવે એક વર્ષ પછી ચૂંટણીમાં બીજો ખર્ચ કરશે. ફરી પ્રજાના પૈસા ઉડાળી ઈંધણના ભાવ વધારશે.