ગુજરાત

gujarat

ETV Bharat / state

Ishudan Gadhvi allegation : ભાજપના શાસનમાં અત્યાચાર અને દુષ્કર્મના કેસો વધ્યા - ઇશુદાન ગઢવીનો સરકાર પર આક્ષેપ

ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળતા જ સંગઠનમાં (Gujarat AAP ) ફેરફાર કરતાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર ઉપર હુમલો થતા ઇશુદાન ગઢવીએ આક્ષેપ (Ishudan Gadhvi allegation ) કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસન (BJP rule )માં અત્યાચાર અને દુષ્કર્મના કેસો વધ્યા ( Atrocities and rape cases increased ) છે.

Ishudan Gadhvi allegation : ભાજપના શાસનમાં અત્યાચાર અને બળાત્કારના કેસો વધ્યા
Ishudan Gadhvi allegation : ભાજપના શાસનમાં અત્યાચાર અને બળાત્કારના કેસો વધ્યા

By

Published : Jan 20, 2023, 10:02 PM IST

સરકાર પર આક્ષેપો કરતા ગુજરાત પ્રદેશ આપ પ્રમુખ ઇશુદાન ગઢવી

અમદાવાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાજપ સરકાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. રાજ્યમાં હત્યા, દુષ્કર્મ,કિસાન સૂર્યોદય યોજના, મોંઘવારીથી ત્રાહિમામ છે. જેના કારણે હવે પ્રજા ભાજપના નેતા ઉપર ગુસ્સો ઠાલવી રહી છે. સાથે જ વીજળી યુનિટ પર 25 પૈસાનો વધારો થતા તેમાં પાસે ખેંચવાની માંગ કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી પણ માંગ સરકાર પાસે કરવામાં આવી છે.

ઇશુદાન ગઢવીનો સરકાર પર આક્ષેપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યા છે ત્યારે ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભળતા જ સંગઠનમાં ફેરફાર કરતાં જોવા મળી રહ્યા છે. પોતે કમાન સંભાળતા સરકાર પર આક્ષેપો કરવાનો શરૂ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટ ઉપર હુમલો થતા ઇશુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ પણ નેતાઓ ભ્રષ્ટાચાર મોંઘવારીથી પ્રજા કંટાળતા જ હવે નછૂટકે તેમના ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને હવે પ્રજા ભાજપને પસંદ કરી રહી નથી.

આ પણ વાંચો ફરી ચાલશે AAPનો જાદુ? ઈશુદાન ગઢવીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

ભાજપનાં નેતા પર ગુસ્સો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ગુનાખોરી વધી છે. હત્યાઓ, અત્યાચાર, દુષ્કર્મ,પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. હાલમાં જ ભાજપના કોર્પોરેટર પર પ્રજાએ જે માર માર્યો છે. કારણ કે મને લાગે છે પ્રજા ભાજપથી થાકી ગઈ છે. પ્રજા ભાજપના નેતા દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારો, બેફામ તોડવાજી, બેફામ અત્યાચારો હવે સહન થતા નથી. એટલે પ્રજાએ રસ્તો કાઢ્યો છે. જેના લીધે પોતાના ગુસ્સો ભાજપના નેતા ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે સ્વાભાવિક છે.

સોસાયટીમાં જવું મુશ્કેલ બનશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ખૂબ અત્યાચાર થાય ખૂબ મુશ્કેલીઓ આવે કોઈ સાંભળે નહીં અને જ્યાં દાદાગીરી વધે છે.ત્યારે પ્રજા લોકતંત્રમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી હોય છે. એટલે લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓને લોકો અત્યારે પસંદ કરી રહ્યા નથી. તેમના નેતા ઉપર રોષ ઠાલવી રહ્યા છે. આગામી સમય સોસાયટીમાં જવા અને બોર્ડમાં જવું મુશ્કેલ બનશે.

ભાજપની યોજનાનો સૂર્યોદય થયો નથીઆપ નેતા સાગર રબારી જણાવ્યું હતું કે ગુજરાત અત્યારે બુટલેગર અને ગુનાખોરો ચલાવતું હોય તેવી પરિસ્થિતિ છે. બીજી બાજુ અત્યારે ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં આ તાપમાન જોવા મળી રહ્યું છે. ભાજપે ખૂબ મોટા ઉપાડે વાહવાહી કરી હતી તેને લૂંટી હતી કે કિસાન સૂર્યોદય યોજના ચાલુ કરીશું. પણ હજુ તે યોજનાનો સૂર્યોદય થયો નથી. ગુજરાતના ખેડૂતોને આટલી રાત્રે કરતી ઠંડીમાં પાણી વાળવું પડી રહ્યું છે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના ખેડૂતો તરફથી માંગણી છે કે આ ઠંડીના દિવસોમાં આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસે આપવામાં આવે જેથી આ ઠંડીમાં બચી શકે. પોતાના પાકને સારી રીતે બચાવી શકે રાત્રે મજૂરો મળવા મુશ્કેલ હોય છે.

આ પણ વાંચો હું કોઈ પણ વ્યક્તિને પર્સનલી વિરોધ નથી કરતો, હું સિસ્ટમનો વિરોધી છું: ઈશુદાન ગઢવી

મહિલા ખેલાડીને ન્યાય આપવામાં આવે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારની માનીતી માહિતી સંસ્થા જર્ક દ્વારા ગુજરાતના મધ્યમ અને ગરીબો પર યુનિટ દીઠ વીજળીના યુનિટમાં 25 પૈસાનો વધારો આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તે પાછો ખેંચવામાં આવે અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં રાહત આપવામાં આવે. વિશ્વપ્રસિદ્ધ જેમને દુનિયામાં દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું એવા ખેલાડી 72 કલાક કરતાં પણ વધુ સમયથી જંતરમંતર ઉપર ભારતીય જનતા પાર્ટીના એક સંસદ સભ્ય અને ફેડરેશનના અધ્યક્ષ જાતીય સતામણીને ફરિયાદ લઈને ધારણા ઉપર બેઠા છે. તેમના પ્રશ્નનો તાત્કાલિક નિવારણ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય સામે ફરિયાદ દાખલ કરવામાં આવે મહિલા ખેલાડીને ન્યાય આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માગણી છે.

ABOUT THE AUTHOR

...view details