ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇશરત જહાં કેસ: તરુણ બારોટ સહિત અન્ય ચાર આરોપીઓની ડિસ્ચાર્જ અરજી મુદ્દે સીબીઆઈએ વાંધો વ્યક્ત કર્યો

અમદાવાદ: વર્ષ 2004 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડી.જી. વણઝારા, એન.કે.અમીનને દોષમુક્ત જાહેર કરતા આ કેસના અન્ય ચાર આરોપીઓ દ્વારા CBI કોર્ટમાં દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીનો શુક્રવારે CBIએ વિરોધ કર્યો હોવાની વિગતો સામે આવી હતી.

etv bharat amd

By

Published : Sep 21, 2019, 11:27 PM IST

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં કોર્ટમાં CBI દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ અપહરણ, હત્યા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાયો હોવાથી ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી હતી.

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જી.એલ સિંહ, તરુણ બારોટ, જે જી પરમાર અને અનાજ ચૌધરી દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં ડી.જી.વણઝારા, એન.કે. અમીન વિરુદ્ધ કેસ ચલાવવા મુદ્દે CRPCની કલમ 197 મુજબ પરવાનગી ન આપતા તેમના દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં CBI દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં આ કેસના જુના ઓર્ડર અને સરકારી કર્મચારી વિરૂધ્ધ કેસ ચલાવવા માટે સરકારની પરવાનગીની જરૂર ન હોવાની રજૂઆત કરી હતી.

કોર્ટે CBIને આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર છે કે, નહીં આ અંગે ખુલાસો માંગ્યો હતો. 2004માં અમદાવાદના કોતરપુર વિસ્તાર પાસે મુંબઈની 19 વર્ષીય યુવતી ઈશરત જહા, તેનો મિત્ર જીશાન જહર, અમજદ અલી રાણા સહિતના ત્રણ લોકોનું ગુજરાત પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ ત્રણેય લોકો પર ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનો પ્રયાસ કરવાના આક્ષેપ સાથે એન્કાઉન્ટર કરાવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details