અરજદાર ઈશરત જહાંની માતા દ્વારા ડિસ્ચાર્જ અરજી સામે CBIને પત્ર લખ્યો હતો. જેમાં ઈશરત જહાંને પાછલા 15 વર્ષમાં ન્યાય ન મળ્યો હોવાની રજૂઆત કરી હતી. વર્ષ 2004માં ઈશરત જહાંને લઈને હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હોવા છતાં 6 વર્ષ સુધી કેસમાં કંઈ પણ થયું નહીં અને 2010માં સુપ્રિમ કોર્ટના હસ્તકક્ષેપ બાદ SITની રિપોર્ટના આધારે હાઈકોર્ટે એન્કાઉન્ટરને વાસ્તવિક જાહેર કર્યો હતો. આજ રીતે ડી.જી વણઝારા અને એન. કે અમીનને પણ સરકાર દ્વારા છાવરવામાં આવ્યા હોવાથી ન્યાય મળશે નહીં તેવી લાગણી સાથે આગળ કાર્યવાહી કરવા માંગતી નથી તેવો પત્ર CBIના ડિરેક્ટરને લખ્યો હતો.
ઈશરતની માતાએ કહ્યું ન્યાયની હિંમત હારી, CBI ઈચ્છે તો મારી દિકરીને ન્યાય અપાવે - ઈશરત જહાં એન્કાઉન્ટર
અમદાવાદ: ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ સહિત અન્ય 4 આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી મુદ્દે મંગળવારે ઈશરત જહાંની માતા સમીમા કૌસરે સ્પેશયલ CBI કોર્ટમાં સીબીઆઈને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં આરોપીઓ વિરૂધ સરકાર દ્વારા કેસ ન ચલાવવાની વાતને ઉદ્દેશીને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી ગયો હોવાથી આગળ કાર્યવાહી કરવા માંગતા નથી. હવે CBI ઈચ્છે તો તેમની દિકરીને ન્યાય અપાવી શકે તેવી સપષ્ટતા કરી હતી.
![ઈશરતની માતાએ કહ્યું ન્યાયની હિંમત હારી, CBI ઈચ્છે તો મારી દિકરીને ન્યાય અપાવે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4614820-thumbnail-3x2-ssss.jpg)
ઈશરત જહાંની માતા સમીમા કૌસરે પત્રમાં લખ્યું હતું કે, તેમની દિકરી મુસ્લિમ હોવાથી તેનો રાજનૈતિક લાભ મેળવવા માટે કેટલાક લોકો કે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સામેલ છે તેમણે ખોટી રીતે ઈશરતને આતંકી જાહેર કરી હત્યા કરી હતી. તેમની 19 વર્ષીય છોકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આતંકવાદ સાથે તેનો કોઇ સંબંધ ન હોવાની માતાએ સપષ્ટતા કરી હતી. આ કેસમાં અત્યાર સુધી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી.
વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર પાસે ઈશરત જહાં, ઝીશાન સહિત 3 લોકોની તાત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાના આક્ષેપ સાથે હત્યા કરવામાં આવી હતી.