અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પ્રગ્નેશ પટેલની મેડિકલ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રગ્નેશ પટેલને કેન્સરની બીમારી હોવાથી આ અરજી દાખલ કરી છે. જ્યારે સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય કોર્ટમાં વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
વચગાળાની જામીન અરજી: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઘટના સ્થળે હાજર રહેલા લોકોને ધમકી આપનાર આરોપી પ્રગ્નેશ પટેે હવે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન મેળવવા માટે વચગાળાની અરજી ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી છે જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પ્રજ્ઞેશ પટેલ ઉપર વચગાળાની જામીન અરજી ઉપર આજે સુનાવણી રાખવામાં આવી હતી. તપાસ અધિકારી તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. આરોપી તરફથી વધુ પેપર્સ રજૂ કરવાના હોય એમના તરફથી મુદતની માંગણી કરવામાં આવતા આ કેસમાં વધુ ચલાવણી 17 ઓગસ્ટના રોજ થશે....પ્રવીણ ત્રિવેદી(સરકારી એડવોકેટ )
સરકાર દ્વારા એફિડેવિટ : આ કેસને લઈને સરકાર દ્વારા કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ સ્લીપ ઇમેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળ છે. સરકારની એફિડેવિટમાં એ પણ નોંધ લેવાઈ હતી કે, પાછળના કેટલાક સમયથી ટ્રીટમેન્ટ થઈ નથી. સરકારે એફિડેવિટમાં જામીન ન આપવા માટે જણાવ્યું કે પ્રગ્નેશ પટેલ ગુનાઇત માનસિકતા ધરાવે છે. સરકારે એફિડેવિટમાં કહ્યું કે છે જો પ્રજ્ઞેશ પટેલ બહાર આવશે તો તે જે પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે માટે તેને ધ્યાનમાં રાખતા જામીન આપી શકાય નહીં. સરકારે એફિડેવિટમાં કહ્યુ કે, તેણે લોકો સાથે ઝઘડો કરીને ગાળો બોલી છે. સરકારે એફિડેવિટમાં કહ્યું કે આવી ગંભીર બીમારી વિશે અગાઉ કેમ ન જણાવાયું નથી.
આરોપીના વકીલની દલીલ : આ સમગ્ર મામલે સુનાવણી દરમિયાન પ્રગ્નેશ પટેલના વકીલે કહ્યું કે પ્રગ્નેશે અકસ્માત કર્યો નથી, તે બહાર નીકળીને શું અકસ્માત કરશે? પ્રગ્નેશ પટેલનાના વકીલે વધુમાં કહ્યું કે આ કેસ પર સીટ તપાસ કરી રહી છે. તેમાં IPS ઓફિસરો છે. પ્રગ્નેશ પટેલની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે.
કોર્ટ તેની તપાસ કરી શકે છે તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. પ્રગ્નેશના વકીલે કહ્યું કે જો ઈલાજ છૂટી જશે તો બીમારી વધવાની શકયતા છે.
આગામી સુનાવણી 17 ઓગસ્ટે યોજાશે : ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને પ્રગ્નેશ પટેલ સામે આજે સેસન્સ કોર્ટમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ કમિટ થયો છે.જેની કાર્યવાહીની તારીખ પણ નક્કી થઇ છે ત્યારે અત્રે મહત્વનું છે કે પ્રગ્નેશ પટેલને કેસને લગતા પૂરતા કાગળ કોર્ટ સમક્ષ કે સરકારી વકીલ સમક્ષ રજુ કરવામાં ન આવતા જામીન અરજી પરની વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
- Isckon Bridge Accident Case : આજે કેસ સેસન્સ કમિટ થયો, 24 તારીખે પિતાપુત્રને હાજર રાખવામાં આવશે
- Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
- Isckon Bridge Accident: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ પ્રગ્નેશ પટેલ હવે વચગાળાના જામીન માટે અરજી કરશે