● IRCTC દ્વારા 2021માં કુલ ચાર યાત્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
● પોષાય તેવી કિંમતે લોકો આરામદાયક અને સુરક્ષિત યાત્રા કરી શકશે
● કુંભ મેળાને લઈને વિશેષ ટ્રેન
અમદાવાદઃ IRCTC દ્વારા નવા વર્ષે ખાસ 4 સ્પેશિયલ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવશે. IRCTCના રિજિયોનલ મેનેજર અનિલ ગોયલે જણાવ્યું હતું કે IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા ફેબ્રુઆરી 2021માં બે ટ્રેન અને માર્ચ 2021માં બે ટ્રેન મળીને કુલ 4 ભારત દર્શન ટ્રેન ચલાવવામાં આવશે.
IRCTC દ્વારા 2021માં 4 સ્પેશિયલ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવશે ●
IRCTCની વેબસાઈટ પર ઓનલાઇન બુકીંગ શરૂઆ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ ટ્રેનોમાં ભાડુ સામાન્ય નાગરિકને પોષાય તેવું રહેશે. ટ્રેનમાં મુસાફરી ઉપરાંત ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સ્થાનિક પરિવહન માટે બસ, રહેવા માટે ધર્મશાળા, ગાઇડ, સુરક્ષા ગાર્ડ, સફાઈ કામદારની જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ માટે www.irctctourism.com પર તેની માહિતી અને ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.●
કોરોનાને લઈને ટ્રેનમાં સુરક્ષામુસાફરો અમદાવાદ, બરોડા, રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટ પાસેથી બુકિંગ કરાવી શકશે. કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને તમામ સુરક્ષા સાથે થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને પ્રવાસીઓના સામાનને સેનીટાઈઝ કરવામાં આવશે. જો કોઈ પ્રવાસી અસ્વસ્થ હોય તો તેના માટે એક અલગ કોચની વ્યવસ્થા પણ કરવામાં આવશે.●
યાત્રા વિશેષ ટ્રેન ફેબ્રુઆરી અને માર્ચમાં જે ચાર ટ્રેનો દોડાવવાની છે, તેમાં દક્ષિણ ભારતની વિશેષ ટ્રેન 'દક્ષિણ દર્શન' 14 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી વચ્ચે દોડશે. જે નાસિક, ઔરંગાબાદ, રામેશ્વર, કુરનુલ, મદુરાઈ અને કન્યાકુમારી જેવા સ્થળોના દર્શન કરાવશે.27 ફેબ્રુઆરી 08 માર્ચ સુધી દોડાનાર ' નમામી ગંગે' ટ્રેન વારાણસી, ગયા, કોલકાતા, ગંગાસાગર અને પુરીની યાત્રા કરાવશે.કુંભમેળાના દર્શન કરાવતી 'કુંભાર-હરિદ્વાર ભારત દર્શન' ટ્રેન 6 માર્ચથી 14 માર્ચ સુધી દોડશે. જે મથુરા, હરિદ્વાર, ઋષિકેશ અમૃતસર અને વૈષ્ણોદેવીના દર્શન કરાવશે. 'દક્ષિણ ભારત દર્શન' ટ્રેન 20 માર્ચે ઉપડશે જે રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરુપતિ , મૈસુર જેવા સ્થળોના દર્શન કરાવશે અને 31 માર્ચે પરત આવશે. ●
કર્ણાટક દર્શનની વિશિષ્ટ ટ્રેનોઆ ઉપરાંત irctc દ્વારા 'ગોલ્ડન ચેરીઓટ' શીર્ષક અંતર્ગત કર્ણાટક ટુરીઝમ સાથે એસોસિયેટ ટ્રેનો ચાલશે. જેની વધુ માહિતી irctc ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.