અમદાવાદ : TATA IPL 2023 ક્વોલિફાય 2 મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાંજે 7 વાગે રમાશે. આજની મેચ જે પણ ટીમ હારશે તે બહાર નીકળી જશે અને રવિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફાઈનલમાં ટકરાશે. જેને લઈને આજની મેચમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાદળછાયુ વાતાવરણ હોવાને કારણે આજની મેચમાં ટોચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ટોસ જીતી બોલિંગ પહેલી પસંદ :ગુજરાત ટાઈટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ બંને ટીમના કપ્તાન ટોસ જીતીને પહેલી બોલિંગ પસંદ કરશે. કારણ કે આ મેદાન પર મોટાભાગની મેચમાં બીજી ઇનિંગ બેટિંગ કરનારી ટીમ મેચ જીતી છે, ત્યારે બંને ટીમ આજની મેચમાં પોતાની પૂરી થઈ તાકાત લગાવીને ઉતરશે. બંને ટીમમાં કોઈપણ પ્રકારના ફેરફાર થાય તેવી ખૂબ જ ઓછી શક્યતાઓ જોવા મળી રહી છે.
કપ્તાનના ફોર્મ ચિંતા :ગુજરાત ટાઈટન્સના કપ્તાન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માનું ફોર્મ સમગ્ર IPLમાં એક બે મેચ છોડી તમામ મેચમાં ખૂબ જ નિરાશાજનક રહ્યું છે, ત્યારે આવા નિર્ણાયક મેચની અંદર બંને ટીમના કપ્તાન પોતાનો ફોર્મ લેવાનો પ્રયાસ કરશે. મેચ જોવા આવનાર દર્શકો પણ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા છીએ. રોહિત શર્માએ વર્તમાન સીઝનની અંદર 15 મેચમાંથી 324 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 65 રન થયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાનું ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. 14 મેચમાંથી 297 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર સ્કોર 66 રન રહ્યો છે.