અમદાવાદ : TATA IPL 2023ને પૂર્ણ થવાને હવે માત્ર 2 જ મેચ બાકી છે. આ બંને મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. જેના સંદર્ભે આજે ગુજરાત ટાઇન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે IPL 2023 ક્વોલિફાઇડ 2 મેચ રમાશે. આજની જે પણ ટીમ વિજય થશે તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રવિવારના રોજ ફાઇનલ રમશે.
મુંબઈ ઇન્ડિયન્સ પલડું ભારે :ગુજરાત ટાઈટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ અત્યાર સુધી IPLમાં 3 વખતે એકબીજાની રમી ચૂક્યા છે. જેમાં ગુજરાત 1માં અને મુંબઈને 2 વખત વિજય મેળવ્યો છે, ત્યારે આ વર્ષે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈને વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સ મુંબઈને પોતાના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું પરંતુ અત્યાર સુધી મુંબઈનું પલડું ભારે રહ્યું છે. જેથી આજની મેચમાં પણ મુંબઈને ફેવરિટ માનવામાં આવી રહી છે.
ટોસ રહેશે મહત્વનો :આજની મેચને લઈને ટોર્ચ પણ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે અત્યાર સુધી જેટલી પણ મેચ રમાય છે. જેમાં બીજી વખત બેટિંગ કરનારી ટીમ જ મોટાભાગની મેચ જીતી શકે છે, ત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. જેથી ફાસ્ટ બોલરને પણ મદદરૂપ થઈ શકે છે. જેના કારણે ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શામી સામે મુંબઈ ઇન્ડિયન્સ માટે ઘાતક બની શકે છે.
બંને ટીમની તાકાત :ગુજરાત ટાઈટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આજે ખૂબ જ રોમાંચક મેચ રમાશે. આ બંનેની ટીમની તાકાતની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ પોતાના છેલ્લા 5 મુકાબલાની અંદર હાઈસ્કોર ચેઝ કર્યો છે. જેમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને કેમરોન ગ્રીને શાનદાર ફોર્મ છે. બોલિંગમાં પિયુષ ચાવલા અને મઘવાલ શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ગુજરાત ટાઇટ્સ શુભમન ગિલ આ વર્ષે 2 સદી ફટકારી ચુક્યો છે. અન્ય કોઈ બેટરનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. જ્યારે બોલિંગમાં રાશિદ ખાન અને મોહમ્મદ શામી બન્ને બોલર આ વર્ષે હાઇએસ્ટ વિકેટ ઝડપી છે.