અમદાવાદ : TATA IPL 2023 ક્વોલિફાઇડ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ રમાવવા જઈ રહી છે. મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમી ખૂબ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચતા હોય છે. જેમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે શરીર પર અલગ અલગ પ્રકારના ટેટૂ પણ દોરી સ્ટેડિયમ પહોંચે છે. ત્યારે કોલકતાનો એક યુવક જે સ્પેશિયલ પોતે દોરેલા પેઇન્ટિંગ ક્રિકેટરને આપવા સ્ટેડિયમ પહોંચ્યો છે. જે યુવકે કહે છે કે, જો મહેન્દ્રસિંહ ધોનીને મારી પેઇન્ટિંગની પહોંચશે તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ.
હું છેલ્લા 4 વર્ષથી આવી અલગ અલગ પેઇન્ટિંગ બનાવું છે, પરંતુ આ વર્ષથી જ પેઇન્ટિંગ દોરીને પ્લેયર્સને ભેટ આપી રહ્યો છું. અત્યાર સુધી મેં 12 જેટલા ખેલાડીને જાતે દોરી પેઇન્ટિંગ તેમને મળીને ગિફ્ટ કરી છે. જેમાં રિદ્ધિમાન શાહ, ગુરબાજ, રીંકુ સિંહ, નીતિશ રાણા સહિતના ક્રિકેટરને આ પેઇન્ટિંગ ભેટમાં આપી છે. આ એક પેઇન્ટિંગ દોરતા અંદાજે 10 કલાક જેટલો સમય પણ લાગે છે. - શુબોજીત સાહા (પેઈન્ટર)
આજ ગુજરાત ટાઇટ્સ ખેલાડીને ભેટ :પેઈન્ટરે જણાવ્યું હતું કે, હવે હું ગુજરાતના પ્લેયર્સની પેઇન્ટિંગ બનાવીને લાવ્યો છું. અત્યાર સુધી મેં જે પણ પેઇન્ટિંગ ભેટમાં આપી છે. તે પેઇન્ટિંગ કોલકાતા ખાતે જ આપી છે. પહેલી વખત હું ગુજરાત આવ્યો છું અને આજે ગુજરાતમાં મેં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની પણ પેઇન્ટિંગ બનાવી છે. જેથી મારી ઈચ્છા છે કે આજની મેચ બાદ આ પેઇન્ટિંગ ગુજરાતના આ પ્લેયરને ભેટ સ્વરૂપે આપી શકું.