સ્ટેડિયમ બહાર ટી શર્ટનું વેચાણ, ગુજરાત ટાઇન્ટ્સની ટી શર્ટનો ભાવ વધારે અમદાવાદ :આવતીકાલથી TATA IPL 2023ની 16મી સિઝન શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે, ત્યારે આ વર્ષે દર્શકો સહિત વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓ સ્ટેડિયમ બહાર અત્યારથી ટી શર્ટ અને ટોપીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વેપારી સ્પેશિયલ બંગાળથી અમદાવાદ ટી શર્ટ અને ટોપીનું વેચાણ કરી રહ્યા છીએ.
કોલકતાથી વેપાર કરવા આવ્યા :વેપારી ગૌતમ શીલે જણાવ્યું હતું કે, અમે 30 વ્યક્તિ અહીંયા સ્પેશિયલ કોલકતાથી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી શર્ટ અને ટોપીનું વેચાણ કરવામાં આવ્યા છીએ. અમે છેલ્લા 3 દિવસથી અહીંયા વેચાણ કરી રહ્યા છીએ. જેમાં સૌથી વધુ ટી શર્ટ ગુજરાત ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ હોવાથી તેનું વેચાણ વધારે થઈ રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વેચાણ ઓછું થઈ રહ્યું છે.
આ પણ વાંચો :IPL 2023 : સ્ટેડિયમમાં ક્રિકેટમેચ જોવા જનારાઓને પાર્કિંગની પરેશાની નહીં નડે, નવી App તૈયાર
ગુજરાત ટાઈટન્સનો ભાવ વધારે : બંને ટીમના ટી શર્ટના ભાવની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇન્ટ્સની ટી શર્ટનો ભાવ વધારે જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇન્ટ્સની ટી શર્ટ 350 રૂપિયા વહેંચાઈ રહી છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ ટી શર્ટ 200 રૂપિયામાં વહેંચાઈ રહી છે. જ્યારે ટોપીમાં ભાવ અલગ અલગ અલગ જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ સૌથી વધુ ટી શર્ટ હાર્દિક પંડયા વહેંચાઈ રહી છે. જ્યારે ચેન્નઈમાં ધોની ટી શર્ટની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર
રોજની 50 ટી શર્ટ વેચાઈ રહી છે :વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મેચના 1 દિવસ પહેલા પણ રોજની 50 જેટલી ટી શર્ટનું વેચાણ થઈ રહ્યું છે. હજુ પણ આવતીકાલે સવારથી ટી શર્ટનું વેચાણ વધારે થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ IPLમાં ધોની અંતિમ IPL હોય શકે છે. જેને લઈ લોકો ધોની એક ઝલક જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચને લઈ સ્ટેડિયમ પણ હાઉસફુલ થઈ ગયું છે.