અમદાવાદ : 31 માર્ચે IPL લીગની ઓપનિંગ સેરેમની અને પહેલી મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવાની છે. જેને લઈને સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર વાત કરીએ તો IPS કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિત 1600 જવાન તૈનાત રહેશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ યોજાવવાની છે. મેચ નિહાળવા આવનાર પ્રેક્ષકોને પોતાના વાહનોના પાર્કિંગ માટેની અગવડ ન પડે તે માટે 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમજ પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.
પોલીસનો બંદોબસ્ત :સ્ટેડિયમમાં બંદોબસ્તની વાત કરીએ તો 5 DCP, 10 ACP સહિત 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. જ્યારે ટ્રાફિક વિભાગના અધિકારીઓ રોડ પરના ટ્રાફિકને હળવો કરવા માટે તૈનાત રહેશે. જેમાં ટ્રાફિકના 4 DCP, 6 ACP સહિત PI, PSI, ASI અને TRB જવાનો એમ કુલ 1500 જવાનો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે. તેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. ડિયમમાં પ્રેક્ષકોને 3 વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે.
BRTS અને મેટ્રોની સેવા : આ ઉપરાંત લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTSની 29 બસ વધારવામાં આવી છે. તે સિવાય મેટ્રો પણ રાતે અઢી વાગ્યા સુધી ચાલશે. દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે. દર્શકોના માટે ગુજરાત ટાયન્ટન્સ ટીમે શૉ માય પાર્કિંગ રાખ્યું છે. શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર માટે જ્યારે 15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કીંગ માટે છે.