ગુજરાત

gujarat

ETV Bharat / state

IPL 2023 : આજે દિલ્હી કેપિટલ માટે કરો યા મરોની સ્થિતિ, ગુજરાત ટાઇટન્સ ફેવરિટ - GT vs DC Match

IPL 2023ની 44મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 કલાકે રમાશે. આજની મેચ દિલ્હી કેપિટલ માટે કરો યા મરો જેવી સ્થિતિમાં છે. જ્યારે ગુજરાત ટાઈટન્સના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPL 2023 : આજે દિલ્હી કેપિટલ માટે કરો યા મરોની સ્થિતિ, ગુજરાત ટાઇટન્સ ફેવરિટ
IPL 2023 : આજે દિલ્હી કેપિટલ માટે કરો યા મરોની સ્થિતિ, ગુજરાત ટાઇટન્સ ફેવરિટ

By

Published : May 2, 2023, 6:18 PM IST

આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ જીત માટે ફેવરિટ

અમદાવાદ : TATA IPL 2023 હવે ધીમે ધીમે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે હવે એક મેચમાં હાર મોટી મુશ્કેલી સાબિત થઈ શકે છે. જેને લઈ તમામ ટીમો હવે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજ દિલ્હી કેપિટલ અને ગુજરાત ટાઈટન્સ સામે કરો યા મારોના જંગમાં પૂરી તાકાતથી જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

દિલ્હી હારીને પરત જશે :દર્શક ભગવત બારીયાએ જણાવ્યું હતું કે, હું સ્પેશિયલ છોટાઉદેપુર આજની મેચ જોવા આવ્યો છે. આજની મેચમાં હાર્દિક પંડયા શાનદાર પ્રદર્શન જોવા મળશે. જ્યારે દિલ્હી આજે ગુજરાત ટાઈટન્સ સામે હારી પાછી જશે. દિલ્હીમાં ઋષભ પંતની ગેરહાજરી કારણે દિલ્હી ખૂબ ખરાબ હાલત જોવા મળી રહી છે. જ્યારે વિરમગામથી આવેલા રમેશ પરમાર જણાવ્યું હતું કે, આજની મેચ દિલ્હી હાલત ખૂબ જ ખરાબ થશે અને મોટા અંતરથી ગુજરાત ટાઈટન્સ સામે હારશે અને આજની મેચ જીતી ક્વોલિફાઈવની વધુ નજીક પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી.

દિલ્હી કેપિટલ માટે મહત્વની મેચ :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલની મેચમાં ખૂબ જ રોમાંચક જોવા મળી શકે છે. કારણ કે, પોઇન્ટ ટેબલની બાબતે ગુજરાત ટાઇટન્સ સૌથી ઉપરના સ્થાન પર બિરાજમાન છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ વર્તમાન સિઝનમાં ખૂબ જ ખરાબ રીતે પ્રદર્શન જોવા મળ્યું છે. જેને લઇને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર જોવા મળી રહે છે. દિલ્હી કેપિટલ્સ માટે આજની મેચ ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે દિલ્હી કેપિટલ્સ માટે હવે એક હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી શકે છે.

આ પણ વાંચો :Fight Between Gambhir Kohli : મેચ પછી કોહલી અને ગંભીર ફરીવાર બાખડ્યા, જુઓ આ વિડીયો

ગુજરાત ફેવરિટ રહેશે :આજની મેચમાં દિલ્હી કેપિટલ કરતા ગુજરાત ટાઈટન્સનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. વર્તમાન આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ 8 મેચમાંથી 6માં વિજય અને માત્ર 2 માં જ હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી બાજુ દિલ્હી કેપિટલ્સને 8 મેચમાંથી 6માં હાર અને માત્ર 2 જ જીત મેળવી છે. જ્યારે એકંદરે ગુજરાત ટાઇટન્સ આજની મેચમાં ફેવરિટ જોવા મળી રહી છે. સાથે જ ગુજરાત તમામ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ માટે બેટિંગ ખૂબ જ મોટી સમસ્યા સાબિત થઈ છે.

આ પણ વાંચો :Virat Kohli Cryptic Post :ગૌતમ ગંભીર સાથે બોલાચાલી બાદ કોહલીની પોસ્ટ, ઈશારામાં ઘણા લોકો પર તંજ કસ્યો

ટોસ રહેશે મહત્વનો : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમએ હંમેશા બેટિંગ માટે સ્વર્ગ સમાન રહ્યું છે. તેને લઈને આજની મેચમાં પણ ટોર્ચ મહત્વનો સાબિત થઈ શકે છે આ પહેલા પણ 6 મેચ માંથી 5 મેચ બીજી બેટિંગ કરનારની ટીમ વિજય મેળવ્યો છે. માત્ર ગુજરાત ટાઈટન્સ મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરીને 55 રને હરાવ્યું હતું. આ સિવાય એક પણ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજય મેળવી શકી નથી. તેને લઈને આજની મેચમાં પણ ટોસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details