અમદાવાદ ડેસ્ક:વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઈપ્કોવાલા હોલના સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડીરોકાણકારો વરસી પડ્યા હતા. વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂપિયા 1504 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા
"વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003 માં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ત્યારે 250-300 મૂડી રોકાણકારોએ ગુજરાતમાં ઉદ્યોગો માટે નાણા રોક્યા હતા. આજે વાઇબ્રન્ટ ગુજરાત તેની ૨૦મી ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડાંગ આહવા થી કચ્છ સુધી ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે અને આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે."--ઋષિકેશ પટેલ
સરકારની વિવિધ સંસ્થાઓ: જિલ્લા પ્રભારી અને આરોગ્ય પરિવાર કલ્યાણ ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન એન્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , સિંઘાનિયા એલ્યુ -ફોઈલ જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં મોટી સંખ્યામાં વેન્ડરો સહભાગી થયા હતા. આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં ખેડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં 46 જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂપિયા 1504 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા ગુજરાતની પ્રગતિ: કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા દ્વારા ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગુજરાત ભારત દેશનું ગ્રોથ એન્જિન છે દેશની જીડીપીમાં ગુજરાતમાં 33 ટકાની હિસ્સેદારી છે. 2003 પહેલા ભૂકંપ વાવાઝોડા કોમી હિંસાના કારણે ગુજરાતની પ્રગતિ અવરોધાયો હતી. પરંતુ 2003 માં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને વાયબ્રન્ટ સમિટ યોજી રોકાણકારોને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જેની ફલશ્રુતિના ભાગરૂપે આપણે આજે વાયબ્રન્ટના ગુજરાતના ૨૦ વર્ષ ઉજવી રહ્યા છીએ. રોકાણકારોએ આજે પણ ગુજરાત પર વિશ્વાસ મૂકી મૂડી રોકાણ કરી રહ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા - Patan News: પાટણમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ
- સરકાર ઉદ્યોગકારોની દરેક સમસ્યા દૂર કરશે, CMએ ચેમ્બર ઑફ કોમર્સના નવા ભવનના ઉદ્ઘાટન સમયે આપી ખાતરી