ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ - ડોનાલ્ડ ટ્રમ્પ

મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે સલામતી અને સુરક્ષના હેતુથી સ્થાનિક પોલીસ અને એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

By

Published : Feb 18, 2020, 2:51 PM IST

અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ પોલીસ હસ્તક થયું છે અને હાલ સ્ટેડિયમમાં કોઈને પણ એન્ટ્રી પાસ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જે લોકો સ્ટેડિયમમાં પરવાનગી અને પાસ સાથે પ્રવેશે છે તેમનું સઘન ચેકીંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ સ્ટેડિયમમાં હાજર છે અને સતત સ્ટેડિયમનું નિરીક્ષણ કરી રહ્યા છે.

મોટેરા સ્ટેડિયમમાં એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ તથા યુ.એસની સિક્રેટ સર્વિસના જવાનો પણ સ્ટેડિયમ પહોંચ્યા છે અને સ્ટેડિયમનું નિરીક્ષણ શરૂ કર્યું છે. આ તકે સિક્રેટ સર્વિસના જવાનો અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા પણ થઈ. એજન્સીઓ દ્વારા હવેથી સતત સ્ટેડિયમ, ગાંધી આશ્રમ અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે. સલામતીમાં કોઈ કચાશ ન રહે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details