- મલ્હાર ઠાકરની વેબસિરિઝ "વાત વાત માં" આજે રિલિઝ થશે
- આ વેબ સિરિઝ શેમારૂ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે
- લોકડાઉનના સમયમાં ઘરમાં કરેલા કામ અને ચર્ચાઓ પર આધારિત વેબસિરિઝ
અમદાવાદ :દરેક ફેમિલી સાથે મળીને ઘરે જ મનોરંજન મેળવી શકે તે હેતુથી આ વેબસિરિઝ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનેત્રી "વાત વાત માં"ના ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું હતું. તેને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે વેબસિરિઝના નિર્માતા ભાવેશ ઉપાધ્યાય જણાવ્યું કે, અત્યારના સમયમાં લોકો જ્યારે બહાર નથી જઈ શકતા ત્યારે ઘરમાં બેસીને મનોરંજન મેળવી શકે અને લોકડાઉનના સમયમાં ઘરમાં કરેલા કામ અને ચર્ચાઓને આ વિષયમાં વણવામાં આવ્યો છે. આ એક રોમેન્ટિક કોમેડી છે અને ગુજરાતી લોકોને ખાસ જોવા લાયક સીરીઝ છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે
કોરોનાની ગાઈડલાઈનનું પાલન સાથે એક ઘરમાં સિરિઝનું શૂટિંગ થયું
આ વિષય પર અભિનેતા મલ્હાર ઠાકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને આ પ્રકારની સિરિઝમાં પ્રથમવાર કામ કર્યું છે અને પોતે સિંગલ છે પણ એક પરિણીત પુરુષનો કિરદાર નિભાવવામાં તેમને ખૂબ મજા આવી છે. વધૂમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ફક્ત એક ઘરમાં જ આ સિરિઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે.