અમરાઈવાડી વિધાનસભામાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. બંને પક્ષ દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ સાથે ઈટીવી ભારતે ખાસ ચર્ચા કરી હતી.
જેમાં તેમણે આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા કેવી તૈયારી કરવામાં આવી રહી છે, તે અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા ચૂંટણીને લઈ તૈયાર જ હોય છે. પાર્ટીને ચૂંટણીને લઈ ખાસ તૈયારી કરવાની હોતી નથી.
અમરાઈવાડી ભાજપના ઉમેદવાર સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત વિકાસના મુદ્દા પર કોંગ્રેસે જે રીતે આક્ષેપો કર્યા હતા, તેના વળતા જવાબમાં જગદીશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને વિકાસના મુદ્દે બોલવાનો કોઈ હક્ક જ નથી. ભાજપ તમામ જગ્યાએ વિકાસના કામો કરી રહી છે. એટલા માટે તો જનતા ભાજપને વોટ આપી રહી છે.
જાતિ વિષયક રાજકારણને લઈ તેમણે કહ્યું હતું કે, જાતીનું રાજકારણ તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. ભાજપ ફક્ત સરકાર દ્વારા કરેલા કામોને લોકોને સમક્ષ લઈને જાય છે અને જનતા તે કામો જોઈને જ મત આપે છે. તેથી આ પેટા ચૂંટણીમાં પણ આવી રીતે જ થવાનું છે.