ગુજરાત

gujarat

ETV Bharat / state

International Yoga Day 2023: અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી, પોલીસકર્મીઓ પણ જોડાયા - Celebrating Yoga Day at Ambaji Temple

માં અંબાના સ્થાનિધ્યમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની સાથે મંદિરના દરેક લોકોએ આ યોગ દિવસમાં જોડાયા હતા અને યોગ કર્યા હતા. અંબાજી મંદિરમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભક્તિની સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે તેવું આ વાત પરથી સંદેશો લોકોને મળી રહ્યો છે.

Ambaji Yoga Day Ahmedabad Desk
Ambaji Yoga Day Ahmedabad Desk

By

Published : Jun 21, 2023, 12:10 PM IST

International Yoga Day 2023: અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી, પોલીસકર્મીઓ પણ જોડાયા

અમદાવાદ ડેસ્ક: મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ દિવસ ઉજવાયો છે. અંબાજી મંદિરના સ્ટાફ, કર્મચારી અને સુરક્ષા જવાનો યોગ દિવસમાં ભાગ લીધો હતો. અંબાજી સંસ્કૃત પાઠશાળાનાં ભૂદેવો પણ યોગ દિવસે યોગ કર્યાં હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ દિવસ ઉજવાયો છે. અંબાજી મંદિરના વહીવટદાર પણ યોગ દિવસે યોગ કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ દિવસ ને સફળ બનાવ્યો હતો.

લાખો લોકોના યોગાઃસુરત શહેરમાં દેશ વિદેશના 1 લાખ 25 હજારથી વધુ લોકો યોગ દિવસમાં જાડાયા હતા. સુરત શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શન થી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકો એ પોતાની મેટ પર જુદા જુદા યોગા-આસન કર્યા હતા. આ માટે 125 બ્લોક બનાવાયા, એક બ્લોક માં એક હજાર લોકોનો સમાવેશ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોકમા એક સ્ટેજ અને એક એલઈડી લગાવાઈ હતી. જેના કારણે મુખ્ય સ્ટેજનું પ્રસારણ જોઈ શકાય.

મોદી વિશ્વસ્તરે અગ્રેસરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યોગ નો પ્રચાર પ્રસાર હોય કે કોરોના માં કાર્ય પીએમ મોદી અગ્રસર રહ્યા છે. પીએમ મોદી ના કારણે યોગ જાગૃતિ થઈ છે. 180 દેશ ના પ્રતિનિધિ યુંએન હેડ ક્વાટર માં યોગ કરશે. આજે વિશ્વ વિક્રમ સુરત માં યોજાયો છે. પીએમ મોદી ની પ્રેરણા થી ગુજરાત માં યોગ બોર્ડની રચના થઈ છે. જેમાં સભ્યો વધી રહ્યા છે. જેના કારણે 5000 લોકોને રોજગારી મળી છે.

  1. International Yoga Day: CM પટેલની હાજરીમાં 1.45 લાખથી વધુ લોકોએ યોગા કરી રેકોર્ડ બનાવ્યો
  2. International Yoga Day 2023: નિયમિતપણે યોગાસન કરવા અને તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે જરૂરી સાધનો

ABOUT THE AUTHOR

...view details