અમદાવાદઃઇન્ટરનેશનલ વુમન્સ ડે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન (International Women's Day 2022)દર વર્ષે 8મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિનની ઉજવવવામાં આવે છે. આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં મહિલાએ પોતાને સિદ્ધ કરીને અને કલા કૌશલ્ય થી પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્ય સદીથી લઈને આધુનિક સદી સુધીમાં( Famous women of India)એવી ઘણી બધી મહિલાઓ હોય છે જેમણે પોતાના કામ અને નામ થી દેશ અને વિશ્વમાં પોતાનું એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે આપણે અહીં વાત કરી રહ્યાં છીએ એવી જ નાની દીકરી કે મહિલાની અમદાવાદની શહેરની 12 વર્ષની બાલિકા આર્યા ચાવડાની.
વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
આર્યા એ ઇન્ટરનેશનલ વુમન ડે ઉપર ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. પોતાની જર્ની વિષે વાત કરી હતી. આર્યા એક પર્યાવરણ વિદની સાથે, લેખિકા ચિત્રકાર અને કલ્યાયમેન્ટ ચેન્જ (Climate change)ઉપર અનેક દેશ અને વિદેશમાં પોતાના વ્યાખ્યાનનો આપી ચૂકી છે. સાથે સાથે ભારતના અને અમદાવાદ શહેરના કલા, સંસ્કૃતિ અને હેરિટેજ વિશે તેણે વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અત્યાર નો સૌથી મોટો સળગતો પ્રશ્ન એવા પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ(Environment and climate change)ઉપર આર્યા ભારતભરની 75 થી વધારે યુનિવર્સિટીઓમાં અને 300થી વધુ કોલેજોમાં આ વિષય ઉપર વ્યાખ્યાનો આપી ચૂકી છે.
પર્યાવરણ ઉપર બે પુસ્તકો લખેલા
આર્ય જ્યારે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેણે સૌથી પ્રથમ પુસ્તક લખ્યું હતું. એમાં તેણે અમદાવાદ શહેરના હેરિટેજની(Heritage of Ahmedabad city)વિશે લખીને અમદાવાદ શહેરને એક અલગ જ ઓળખ આપીને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. આર્યના અત્યાર સુધીમાં 10 થી પણ વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકયા છે. પર્યાવરણ વિશે વાત કરતાં જણાવે છે કે આ પૃથ્વી પર વસતા તમામ પશુ-પક્ષી અને માનવી સમાન હક આ ધરતી ઉપર જણાવે છે તેથી ધરતી ની જાળવણી અને રક્ષણ માટેની જવાબદારી આપણા સૌની હોવી જોઈએ લોકોમાં જાગૃતિ લાવવા માટે આર્યા અલગ અલગ યુનિવર્સિટીમાં અને કોલેજમાં જઈને તેના વિશે વ્યાખ્યાન આપે છે. તો સાથે સાથે તેણે પર્યાવરણ ઉપર બે પુસ્તકો પણ લખેલા છે, (1) સિડ્સ ટૂ શૉ(2) સિડ્સ ઓફ હોપ. આ બને પુસ્તકોમાં પર્યાવરણની ક્લાઇમેંટ ચેંજ ઉપર ઘણી બધી અલગ અલગ વિશેની વાત કરી છે. આટલી નાની ઉંમરમાં આટલું સારું કામ જોઈને આર્યને ઘણા બધા એવોર્ડ થી નવાજવામાં આવી ચૂકી છે.