ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું કેવું આયોજન થઇ રહ્યું છે જૂઓ - Kite festival at Statue of Unity

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન (Global kite festival Ahmedabad )કરવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ( Sabarmati River Front ) 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2023 સુધી કરાયું છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા એમ કુલ ચાર શહેરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70 દેશોના પતંગબાજો (International Kite Festival 2023 )પતંગબાજીની કળા દાખવશે.

કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું કેવું આયોજન થઇ રહ્યું છે જૂઓ
કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું કેવું આયોજન થઇ રહ્યું છે જૂઓ

By

Published : Jan 3, 2023, 7:07 PM IST

અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પર તૈયારીઓનો જૂઓ નજારો

અમદાવાદકોરોનાના બે વર્ષ બાદ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન (International Kite Festival 2023 )કરવામાં આવી રહ્યું છે.8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ (Global kite festival Ahmedabad )યોજાશે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ ભાવનગર વડોદરા એમ કુલ ચાર શહેરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ( Sabarmati River Front ) આ પતંગ ઉત્સવમાં 70 દેશોના પતંગ બાજુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો ઉત્તરાયણ કાઉન્ટડાઉન: આ ભાઈએ બનાવી 15 અને 11 કિલોની બે બે ફિરકી, ગામ ઘેલું કર્યું

ગુજરાતના 4 શહેરમાં આયોજન ભારત તહેવારોનો દેશ છે. અનેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આગામી સમયમાં 14 જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો પોતાની અગાસી ઉપર જઈને પતંગ ચગાવીને આ તહેવારની ઉજવણી કરે છે. રાજ્ય સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ (International Kite Festival 2023 )ની આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે પ્રથમ વખત અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ત્રણ મહાનગરપાલિકાઓમાં પણ આંતરરાષ્ટ્રીય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો જાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય

બે વર્ષ બાદ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે આ વખતે કોરોનાના કેસ નહિવત જોવા મળતા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું (International Kite Festival 2023 )આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે આઠ જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આ પતંગ ઉત્સવમાં 70 જેટલા દેશોના પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પહેલીવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે પતંગ ઉત્સવદર વખતે માત્ર અમદાવાદમાં જ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વડોદરા સુરત અને રાજકોટ ખાતે પણ પતંગ ઉત્સવનું (International Kite Festival 2023 )આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવ ઉજવાશે. જ્યારે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ (Kite festival at Statue of Unity )નું આયોજન કરવામાં આવ્યું છે. તેવી રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અલગ અલગ ડોમ તૈયાર કરાયાંઅમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ( Sabarmati River Front Dome ) પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની સાથે સાથે અલગ અલગ ગૃહઉદ્યોગના 50 જેટલા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ભરતગૂંથણની વસ્તુઓ,લાકડાનાની વસ્તુઓ અલગ અલગ પ્રકારના ખાદ્ય સામગ્રી જેવી અનેક ગૃહ ઉદ્યોગમાંથી તૈયાર થયેલી વસ્તુઓના પણ સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે. જેથી ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી તે હેતુથી પતંગ ઉત્સવ (International Kite Festival 2023 )ની સાથે સાથે અલગ અલગ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details