ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્ટરનેશન સટ્ટાકાંડમાં 500 એકાઉન્ટ થકી 1800 કરોડનું ટ્રાન્ઝેક્શન કરનાર ઝડપાયા, હજુ મોટું નેટવર્ક ખુલવાની શકયતા..

થોડા જ દિવસોમાં IPL મેચ શરૂ થવા જઈ રહી છે, ત્યારે IPL પહેલા જ ઇન્ટરનેશનલ સટ્ટા રેકેટના નાણાકીય વ્યવહારો કરતી ગેંગ ઝડપાઇ છે. અમદાવાદની PCB ટીમે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દુધેશ્વર સુમેલ કોમ્પલેક્ષમાંદરોડા પાડી 4 શખ્સોની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઇન્ટરનેશન સટ્ટાકાંડમાં 500 એકાઉન્ટ થકી 1800 કરોડનું ટ્રાન્ઝેક્શન કરનાર ઝડપાયા, હજુ મોટું નેટવર્ક ખુલવાની શકયતા..
ઇન્ટરનેશન સટ્ટાકાંડમાં 500 એકાઉન્ટ થકી 1800 કરોડનું ટ્રાન્ઝેક્શન કરનાર ઝડપાયા, હજુ મોટું નેટવર્ક ખુલવાની શકયતા..

By

Published : Mar 26, 2023, 11:02 PM IST

અમદાવાદઃ અમદાવાદ પોલીસે એક ઈન્ટરનેશનલ મેચ પર સટ્ટો રમતા જુગારીઓને પકડી પાડ્યા છે. આરોપીઓને ઝડપી ઇન્ટરનેશનલ સટ્ટા માર્કેટના ટ્રાન્જેક્શનનું હબ પકડી પાડવામાં આવ્યું છે. આરોપીઓની તપાસમાં મોટા ખુલાસઆ થયા છે. IPL મેચમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે, તેવામાં આ જ પ્રકારના સટ્ટાના પૈસાની રકમનો વ્યવહાર કરતી ઓફિસમાં PCB એ દરોડા પાડ્યા છે.

આ પણ વાંચોઃ WB Accident: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા 27 પ્રવાસીઓને ગંભીર ઈજા

કામગીરી કરાઈ હતીઃજેમાં દુધેશ્વર પાસેના સુમેલ બિઝનેસ પાર્ક-6 માં જે બ્લોકમાં 128 નંબરની ઓફિસમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામે સમગ્ર કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઓફિસમાંથી પોલીસે જીતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે રાજસ્થાનના ડેવિડ સહિત નિકુંજ અગ્રવાલ, કૃણાલ, મેસી, ગરૂડા, રિશી સુગર, સૌરભ. ચંદ્રાકાર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા, માનુષ શાહ, અન્ના રેડી, કમલ, કાર્તિક, જીતેન્દ્ર ઠક્કર, વિવેક જૈન, નિલેશ તેમજ અન્ય આઈડી ધરાવનાર સહિત કુલ 16 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

3 લાખનો માલઃ આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ દ્વારા 500 અલગ અલગ એકાઉન્ટમાંથી 1800 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. PCB એ દરોડા પાડી 50 હજાર રોકડ, 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકના 14 POS મશીન, એક રાઉટર 193 સીમકાર્ડ, 7 પાનકાર્ડ, જુદી જુદી કંપનીઓના નામના 83 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ પણ વાંચોઃ Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

પૈસાનો મામલોઃ પકડાયેલા આરોપીઓ દ્વારા મહાદેવ બુક (કિંગ ઓફ ઓનલાઈન વર્લ્ડ), રેડ્ડી બુક ટ્રસ્ટેડ ઓનલાઈન ક્રિકેટ આઈડી પ્રોવાઇડર), ડાયમંડ એક્સ નામે વ્યવહાર કરતા હતા. ત્યારે આરોપીઓની તપાસમાં સામે આવશે કે તેઓ આ વ્યવહાર કઈ રીતે કરતા હતા? પૈસાની લેવડદેવડ કઈ રીતે કરવામાં આવતી હતી. અન્ય લોકો દ્વારા કઈ રીતે આરોપીઓને સટ્ટા બજારના વ્યવહારોમાં મદદ કરવામાં આવતી હતી. થોડાક દિવસો પહેલા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાકેશ રાજદેવ એટલે કે આર.આર સહિતની ટોળકીઓ સામે 1400 કરોડના ક્રિકેટ સટ્ટાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ શરૂઃ જો કે તેમાં એક પણ આરોપી હાથે ન લાગ્યો હોય અને તે પહેલા જ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હસ્તક આવતી PCB ટીમે 1800 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો કરતા આરોપીઓને ઝડપી લીધા છે. આ સમગ્ર મામલે પકડાયેલા ચારે આરોપીઓ સામે માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ 4 , 5 તેમજ IPC ની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી), 34 તેમજ આઇટી એક્ટ કલમ 66 (સી) (ડી) અને સિક્યુરિટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એકટ 1956ની કમલ 23 ઈ, 23 એએફ, 23 જી, 22 એચ મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને માધવપુરા પોલીસે વધુ તપાસ તજવીજ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details