અમદાવાદ આવી પહોંચી છે ઈન્ડિયા શેફ્સ રાઈડ અમદાવાદઃ દર વર્ષે 20મી ઓક્ટોબરને ઈન્ટરનેશનલ શેફ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયા શેફ્સ રાઈડનું આયોજન કરાયું છે. શહેરમાં આવી પહોંચી છે ઈન્ડિયા શેફ્સ રાઈડ અને તેનું પ્રતિનિધિત્વ કરતા વેલનોન શેફ એલન ડી મેલો.
ઈન્ડિયા શેફ્સ રાઈડ વિશેઃ ઈન્ટરનેશનલ શેફ્સ ડેની વિશિષ્ટ ઉજવણીનો એક ભાગ છે આ વિશિષ્ટ મોટર સાયકલ રાઈડ. આ રાઈડનું આયોજન ઈન્ડિયન શેફ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ રાઈડનો ઉદ્દેશ્ય ઈન્ટરનેશનલ શેફ્સ ડે વિશે લોકોમાં વધુમાં વધુ અવેરનેસ લાવવાનો છે. આ રાઈડ 1 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. આખા સપ્ટેમ્બર મહિનામાં પશ્ચિમ ભારતના 11 શહેરોની મુલાકાત લેશે. આ રાઈડને પ્રોત્સાહન આપવા, તેમાં રજિસ્ટ્રેશન કરવા માટે ખાસ વેબસાઈટ www.indiachefsride.in પણ શરૂ કરવામાં આવી છે. આ રાઈડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે વેલનોન શેફ એલન ડી મેલો.
દેશમાં દરેક તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. તે જ રીતે ઈન્ટરનેશનલ શેફ્સ ડેની પણ ઉજવણી થવી જોઈએ. આ ડે વિશે અવેરનેસ લાવવા માટે ઈન્ડિયા શેફ્સ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાઈડમાં અમે પશ્ચિમ ભારતના 11 મોટા શહેરોની મુલાકાત કરીશું. ફૂડના શોખીન અને ખાસ કરીને હોટલ બિઝનેશ સાથે સંકળાયેલા નાના મોટા શેફ્સમાં આ દિવસ વિશે જાગૃતિ ફેલાવીશું...એલન ડી મેલો (વેલનોન શેફ)
ઈન્ટરનેશનલ શેફ્સ ડેનું મહત્વઃ આ દિવસ વિશે જેટલી અવેરનેસ ફેલાય, લોકો ખાસ કરીને શેફ્સ કોમ્યુનિટી આ દિવસ સાથે સંકળાય તે બહુ અગત્યનું છે. વર્ષ 2014થી વિશ્વના અલગ અલગ 100 દેશોમાં આ દિવસનું સેલિબ્રેશન થતું રહ્યું છે. 2016થી એલન ડી મેલો અને તેમના સાથીયોના અથાક પ્રયત્નો બાદ ભારતમાં પણ આ દિવસની ઉજવણી શરૂ થઈ છે. ઈન્ટરનેશનલ શેફ્સ ડેની ઉજવણીમાં સૌથી પહેલા આખા દેશમાંથી માત્ર 400 શેફ્સ જોડાયા હતા. આજે આ સંખ્યા 18000 પર પહોંચી ગઈ છે. એલન ડી મેલો આ સંખ્યાને 50000ને પાર કરવા માંગે છે. તેમનો ગોલ છે કે 2030 સુધીમાં આખો દેશ ઈન્ટરનેશનલ શેફ્સ ડેનું ડિફોલ્ટ સેલિબ્રેશન કરે.
- UP GIS2023 : પ્રવાસન ક્ષેત્રને બીજા દિવસે મોટા મળ્યા રોકાણકારો, UAE કરશે 70 હજાર કરોડનું રોકાણ, જાપાની હોટલ જૂથ 30 શહેરોમાં ખોલશે હોટલ
- કાઝીરંગા નેશનલ પાર્કમાં 5 સ્ટાર હોટલ બનાવવા નિર્ણય, પ્રવાસીઓ વધવાની આશા