અમદાવાદ:કોર્ટે ટ્રાફિકની સમસ્યા પર તેમજ ખરાબ રોડ રસ્તા અંગે જણાવ્યું હતું કે, ખરાબ રોડના કારણે અકસ્માત અને નિર્દોષના ભોગ લેવાઈ રહ્યા છે. ખરાબ રોડ રસ્તા ને લીધે પ્રજા પરેશાન થઈ રહી છે. તમામ રોડ રસ્તા સારા છે એ દાવા પોકળ છે.
Gujarat High Court: રાજ્યમાં આવેલા ખરાબ રોડ રસ્તાનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે: હાઇકોર્ટ - High Court News
ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રોડ રસ્તા અંગે જે જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી જોકે હાઇકોર્ટ કે આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તેમજ એએમસીનો ઉધડો લીધો હતો કે હાઇકોર્ટના હુકમો બાદ પણ હજુ સ્થિતિ યથાવત જ છે.
![Gujarat High Court: રાજ્યમાં આવેલા ખરાબ રોડ રસ્તાનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે: હાઇકોર્ટ EtvGujarat High Court: રાજ્યમાં આવેલા ખરાબ રોડ રસ્તાનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે: હાઇકોર્ટ Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2023/1200-675-18976416-thumbnail-16x9-h-aspera.jpg)
કોર્ટે નોંધ લીધી:જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે તેના માટે શું પગલાં લેવામાં આવ્યા છે ? રોંગ સાઈડમાં જે વાહનો ચલાવે છે ટ્રાફિક પોલીસ આ બાબતે જોવે છે તેમ છતાં પણ પોલિસ કોઈ પણ વાહન ચાલકોને રોકતી નથી જેના કારણે રોંગ સાઈડના વાહનોથી અકસ્માત થવાની શક્યતા સૌથી વધુ છે. છેલ્લા ઘણા સમયથી અકસ્માતના કારણે મૃત્યુ ખૂબ જ વધી રહ્યા છે તે અંગે પણ કોર્ટે નોંધ લીધી હતી.
કોર્ટને માહિતગાર:જે કોઈ પણ રોંગ સાઈડ પર વાહનો ચલાવી રહ્યા છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે એવા કોર્ટે નિર્દેશ આપ્યા હતા જોકે કોર્ટના આ સવાલ સામે રાજ્ય સરકારે સીસીટીવી તેમજ તાજેતરમાં જ રાજ્યમાં 22 શહેરોમાં પણ ઈ- ચલણ ચાલુ કરવામાં આવ્યું છે તે અંગે પણ કોર્ટને માહિતગાર કરવામાં આવી હતી .આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને અને એમસીને નિર્દેશ આપ્યા છે કે, રાજ્ય સરકાર રખડતા ઢોરના અંકુશ અંગે એક વ્યવસ્થિત નીતિ બનાવવામાં આવે અને આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવે.આ સંદર્ભે વધુ સુનવણી 19 જુલાઈ ના રોજ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને અને એમસીને નિર્દેશ આપ્યા છે કે, રાજ્ય સરકાર રખડતા ઢોરના અંકુશ અંગે એક વ્યવસ્થિત નીતિ બનાવવામાં આવે અને આ બાબતે ચોક્કસ પગલાં લેવામાં આવે.આ સંદર્ભે વધુ સુનવણી 19 જુલાઈ ના રોજ હાથ ધરવામાં આવશે.