શહેરના રામોલ વિસ્તારમાં રહેતો અને વસ્ત્રાપુરના હત્યા અને લૂંટના આરોપી તથા સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી મહમ્મદ શહજાદ ઉર્ફે સંજુ પઠાણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ નમાઝ પઢવાની ચાદર વડે આપઘાત કર્યો - સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપધાત
અમદાવાદઃ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ આપઘાત કરી લીધો હતો. નમાઝ પઢવાની ચાદરથી કેદીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેને લઈને જેલ પ્રશાસનમાં હલચલ મચી ગઇ હતી, ત્યારે આ મામલે રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક હત્યા અને લૂંટના કેસને લઈ જેલમાં હતો. રાણીપ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહમ્મદ શહજાદ ત્રણ વર્ષથી જેલમાં બંધ હતો.આરોપી છેલ્લા કેટલાય સમયથી તણાવમાં રહેતો હતો અને અન્ય કેદીઓ ઉપર ગુસ્સો ઠાલવતો હતો. જેથી તેને બેરેકમાં એકલો રાખવામાં આવ્યો હતો. તેણે જુની જેલમાં બેરેકના દરવાજા સાથે નમાઝ પઢવાની ચાદર બાંધી આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જેને પગલે તેના પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા.